Akshay's Guinness World Record: બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘સેલ્ફી’ ને લઇને ચર્ચામાં છે. પરંતુ આ બધાની વચ્ચે આ એક્ટરને લઇને એક એવા સમાચાર સામે આવ્યા છે, જે તમામને ચોંકાવી રહ્યાં છે.  


ખરેખરમાં, બૉલીવુડ એક્ટર અક્ષય કુમારે તાજેતરમાં જ ગિનીઝ વર્લ્ડ રેકૉર્ડ તોડી નાંખ્યા છે. હાલમાં જ મુંબઇમાં એક્ટર પોતાની ફિલ્મ ‘સેલ્ફી’ના પ્રમૉશન માટે પહોંચ્યો હતો. આ પ્રમૉશન ઇવેન્ટમાં અક્ષય કુમાર મળવા માટે મોટી સંખ્યામાં તેના ફેન્સ ત્યાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન અક્ષય કુમારે ત્રણ મિનીટમાં સૌથી વધુ સેલ્ફી લીધી, અક્ષયે ત્રણ મિનીટમાં સૌથી વધુ સેલ્ફ પૉર્ટ્રેટ તસવીરો ખેંચીને ગિનીઝ વર્લ્ડનો રેકોર્ડમાં તોડી નાંખ્યો છે. અક્ષય કુમારે 3 મિનીટમાં 184 સેલ્ફી સાથે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનુ નામ નોંધાવ્યુ છે. 


ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’માં તેની સાથે ઇમરાન હાશમી પણ દેખાશે. બન્ને પહેલીવાર કોઇ ફિલ્મમાં સાથે કામ કરશે. 



 


Akshay Kumarની દરિયાદિલી, હાર્ટ પેશન્ટ યુવતીની સારવાર માટે કર્યું 15 લાખનું દાન


Akshay Kumar To Delhi Patients Girl: એક મજબૂત અભિનેતા હોવા ઉપરાંત બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર એક અદ્ભુત માણસ પણ છે. અક્ષય કુમાર જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવ્યા હોવાનું અનેક પ્રસંગોએ જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં ફરી એકવાર અક્ષયે ઉદારતાનો દાખલો બેસાડ્યો છે. અહેવાલ છે કે અક્કીએ દિલ્હીની 25 વર્ષની યુવતીની સારવાર માટે 15 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. ખબર છે કે આ છોકરી હાર્ટ પેશન્ટ છે અને ખિલાડી કુમારે તેની સારવારમાં મદદ માટે હાથ લંબાવ્યો છે.


અક્કીએ યુવતીની સારવાર માટે હાથ લંબાવ્યો


આ પહેલીવાર નથી જ્યારે અક્ષય કુમારે કોઈ માટે આટલી ઉદારતા દર્શાવી હોય. આ પહેલા પણ અક્કી આ કારનામું અનેક વખત કરી ચુક્યો છે. હાર્ટ પેશન્ટ આયુષી નામની યુવતીના દાદાએ આ અંગે માહિતી આપી છે. આયુષીના દાદા યોગેન્દ્ર અરુણે કહ્યું છે કે- અમે અક્કીની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજના ડિરેક્ટર ડૉ. ચંદ્રપ્રકાશને આ બાબતની જાણ કરી હતી. જે બાદ આ આખી વાત જાણતા અક્ષયે આયુષી માટે 15 લાખનું દાન કર્યું છે. યોગેન્દ્ર અરુણે કહ્યું- હું અક્ષય પાસેથી એક શરતે પૈસા લઈશ કે મને આ મોટા દિલના અભિનેતાનો આભાર વ્યક્ત કરવાની તક મળે.


આયુષી હાર્ટ પેશન્ટ છે