Siddharth Anand On Pathaan Shooting Burj Khalifa: હિન્દી સિનેમાના સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ પોતાની સફળતાથી દરેકના દિલ જીતી લીધા છે. કમાણીના મામલામાં અનેક રેકોર્ડ બનાવનાર 'પઠાણ'ની ચર્ચા હાલ દરેક જગ્યાએ થઈ રહી છે. આ દરમિયાન 'પઠાણ'ના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે જણાવ્યું કે કેવી રીતે તેણે દુબઈના બુર્જ ખલીફા પર ફિલ્મનો એક સીન શૂટ કર્યો હતો. જેના કારણે ફિલ્મના શૂટિંગ માટે બુર્જ ખલીફાનો બુલવાર્ડ પહેલીવાર બંધ કરવામાં આવ્યો હતો.
આ રીતે 'પઠાણ'નું શૂટિંગ બુર્જ ખલીફા પર થયું હતું
યશ રાજ ફિલ્મ્સ દ્વારા તેના ઓફિશિયલ યુટ્યુબ હેન્ડલ પર તાજેતરમાં એક લેટેસ્ટ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ફિલ્મ 'પઠાણ'ના શૂટિંગનો BTS વીડિયો છે. આ વીડિયોમાં 'પઠાણ' ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ એ ખુલાસો કરતા જોવા મળી રહ્યા છે કે તેણે દુબઈના બુર્જ ખલીફા પર 'પઠાણ'નું શૂટિંગ કેવી રીતે કર્યું. સિદ્ધાર્થે કહ્યું છે કે અમારે બુર્જ ખલીફાના બુલેવાર્ડ વિસ્તારમાં ફિલ્મ 'પઠાણ'માં શાહરૂખ અને જ્હોન અબ્રાહમ વચ્ચે લડાઈના સીન શૂટ કરવાના હતા. પરંતુ તે સરળ નહોતું. આ વિસ્તાર શહેરનો સૌથી હાઈપ્રોફાઈલ વિસ્તાર છે. પરંતુ બુર્જ ખલીફા બુલવાર્ડમાં રહેતા મારા કેટલાક મિત્રો છે. જેમણે મને ઘણી મદદ કરી. તેઓએ તેમની પરવાનગીથી વહીવટીતંત્ર સાથે વાત કરીને અમારા માટે અમારું કામ સરળ બનાવ્યું અને પોલીસની મદદથી અમે જીમ અને પઠાણના તે લડાઈના દ્રશ્યને શૂટ કરવામાં સફળ થયા. ખાસ વાત એ છે કે આજ સુધી બુર્જ ખલીફાનો બુલવાર્ડ કોઈ ફિલ્મ (હોલીવુડ) માટે બંધ કરવામાં આવ્યો નથી, પરંતુ અમારી ફિલ્મ માટે તે શક્ય બન્યું, કદાચ અમે નસીબદાર હતા.
'પઠાણે' જંગી કમાણી કરી
નિર્દેશક સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'પઠાણ'એ કમાણીના મામલામાં મોટો રેકોર્ડ હાંસલ કર્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસા રિલીઝના 14 દિવસમાં 'પઠાણ'એ બોક્સ ઓફિસ પર 446 કરોડનું કલેક્શન કરીને હિન્દી સિનેમાની તમામ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ સાથે 'પઠાણ'એ વિશ્વભરમાં 860 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.