Jawan Box Office Collection:  શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એક પછી એક નવો ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મ કિંગ ખાન માટે વરદાનથી ઓછી નથી. 'જવાન' 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ અગાઉ 'પઠાણ'એ પણ મોટુ કલેક્શન કર્યું હતું. જે બાદ હવે શાહરૂખ ખાનના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે.


આ વર્ષે કિંગ ખાનની બે ફિલ્મો રિલીઝ થઈ છે અને બંને ફિલ્મોએ સૌથી વધુ કમાણી કરનારનો ખિતાબ જીત્યો છે. આ સાથે શાહરૂખ ખાન એવો બીજો અભિનેતા બની ગયો છે જેની એક વર્ષમાં રિલીઝ થયેલી બે ફિલ્મોએ સૌથી વધુ કલેક્શન કર્યું છે. આ પહેલા આ રેકોર્ડ રાજ કપૂરના નામે હતો જેમની બે ફિલ્મો 'બરસાત' અને 'અંદાઝ'એ બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારનું બિરુદ નોંધાવ્યું હતું.


એક વર્ષમાં ઓલ ટાઈમ ગ્રોસર ફિલ્મો
તમને જણાવી દઈએ કે 'જવાન'એ અત્યાર સુધી ઘરેલુ બોક્સ ઓફિસ પર 584.32 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન પણ 1043.21 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 'પઠાણ' વિશે વાત કરીએ તો, આ ફિલ્મ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી, જેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર 540.51 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને વિશ્વભરમાં 1047 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રીતે, શાહરૂખ ખાનની બે ફિલ્મોએ મળીને એક વર્ષમાં વિશ્વભરમાં 2000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.


કિંગ ખાને કરી રાજ કપૂરની બરાબરી
'જવાન' અને 'પઠાણ'ના કલેક્શનથી શાહરૂખ ખાન દિવંગત પીઢ અભિનેતા રાજ કપૂરની બરાબરી પર આવી ગયો છે. 1949માં રાજ કપૂરની બે ફિલ્મો 'બરસાત' અને 'અંદાઝ' રિલીઝ થઈ હતી, જેણે એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરી હતી. આ રીતે, રાજ કપૂર એક વર્ષમાં બે ઓલ ટાઈમ ગ્રોસર ફિલ્મો આપનાર પ્રથમ અભિનેતા બન્યા.


શું 'ડંકી' દ્વારા રાજ કપૂરનો રેકોર્ડ તોડશે?
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની ત્રીજી ફિલ્મ 'ડંકી' પણ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ડંકી' 22 ડિસેમ્બરે રિલીઝ થશે અને જો તે 'પઠાણ' અને 'જવાન'ની જેમ 1000 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરશે તો શાહરૂખ ખાન રાજ કપૂરને પાછળ છોડીને એક વર્ષમાં ત્રણ ઓલ ટાઈમ ગ્રોસર ફિલ્મો આપનાર પહેલો અભિનેતા બની જશે.