Shah Rukh Khan At Mannat: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને મન્નતની બહાર એકઠા થયેલા ચાહકોનો એક વીડિયો શેર કર્યો છે. દર રવિવારની જેમ આજે પણ લાખો ચાહકો મન્નતની બહાર શાહરૂખ ખાનની એક ઝલક જોવા માટે એકઠા થયા હતા. અભિનેતાએ બાલ્કનીમાં આવીને ચાહકોનું અભિવાદન કર્યું અને પઠાણને જોવાની અપીલ કરી હતી.
શાહરુખ ખાનની એક ઝલક માટે જનમેદની ઉમટી
'કિંગ ખાને' ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને ચાહકોનો આભાર માન્યો છે. આ સાથે અભિનેતાએ તેની આગામી ફિલ્મ પઠાણ જોવાની અપીલ કરી છે. વીડિયો શેર કરતી વખતે શાહરૂખ ખાને કેપ્શન આપ્યું, "આટલી સુંદર રવિવારની સાંજ માટે તમારા બધાનો આભાર..માફ કરશો, પરંતુ મને આશા છે કે લાલ કારના લોકોએ તેમનો સીટ બેલ્ટ બાંધ્યો હશે." 'પઠાણ' જોવા માટે તમારી ટિકિટ બુક કરો અને હવે હું તમને ત્યાં મળીશ.."
લોકોની ભીડ વચ્ચે લાલ રંગની કાર ફસાઈ
વીડિયોમાં સેંકડો ફેન્સ શાહરૂખ ખાનની એક ઝલક માટે બૂમો પાડતા જોવા મળે છે. તે જ સમયે એક લાલ રંગની કાર રસ્તાની વચ્ચે ફસાઈ ગઈ છે. શાહરૂખ ખાને પોતાના કેપ્શનમાં આ વાહનનો ઉલ્લેખ કર્યો છે.
25 જાન્યુઆરીએ ફિલ્મ પઠાણ થિયેટરોમાં થશે રિલીઝ
તમને જણાવી દઈએ કે સુપરસ્ટાર શાહરૂખ ખાન પઠાણ સાથે 4 વર્ષ પછી મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મમાં કિંગ ખાન ઉપરાંત જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.
'પઠાણ'ની વાત કરીએ તો આ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે. જેમાં શાહરૂખ ખાન એકદમ નવા એક્શન-અવતારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મને લઈને દર્શકોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મની ટિકિટો આડેધડ વેચાઈ રહી છે.