મુંબઈ: બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’ને લઈ ચર્ચામાં છે. શાહરુખ હાલમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને અનેક ઘાંસૂ એક્શન સીનના વીડિયો પણ વાયરલ થયા છે. ત્યારે હવે શાહરુખ ખાનની આ ફિલ્મની ફીસને લઈને અહેવાલ સામે આવ્યા છે. જે સૌને ચોંકાવી દેશે.
રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, શાહરુખ ખાને ફિલ્મ ‘પઠાન’માં કામ કરવા માટે મોટી રકમ વસૂલી છે. આ ફીસના કારણે તે બોલિવૂડનો સૌથી વધુ ફીસ લેનાર એક્ટર બની ગયો છે.
ફીસ મામલે તેણે અક્ષય કુમારને પણ પછાડી દીધો છે. હાલમાં અનેક ટ્વિટર યૂઝર્સે દાવો કર્યો છે કે, પઠાણમાં કામ કરવા માટે શાહરુખે 100 કરોડ રૂપિયા ફીસ લીધી છે. જો કે, આટલી મોટી ફીસ બોલિવૂડનો કોઈ સ્ટાર લેતો નથી. સ્પોટબોયની રિપોર્ટ અનુસાર, શાહરુખ ખાનની આ ફીસ અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા મોટા એક્ટર્સ કરતા પણ વધારે છે.
જો કે, શાહરુખ ખાનની ફીસને લઈને ફિલ્મ મેકર્સ કે એક્ટર તરફથી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. ઓફિસિયલ માહિતી સામે આવ્યા બાદ જ ખબર પડશે કે શાહરુખે આ ફિલ્મ માટે ખરેખર કેટલી ફીસ લીધી છે. શાહરુખ આ ફિલ્મ માટે ખૂબજ મહેનત કરી રહ્યો છે અને તેમાં અનેક ખતરનાક સ્ટન્ટ પણ છે.
દીપિકા અને જોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે
ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાનના પણ કેટલાક સીન્સ હશે. આ ફિલ્મને એક થા ટાઈગર સીરિઝ સાથે પણ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.