Aryan Khan Bail:  ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, મોડલ મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. આર્યન ખાનને ધરપકડ બાદ 26માં દિવસે જામીન મળી ગયા હતા. હાલ  તેને છૂટવામાં એકથી બે દિવસનો સમય લાગશે. જો કે આ અંગે ઘણા લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. બીજી તરફ આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેણે તસવીર શેર કરી છે. આ તસવીરમાં શાહરૂખ ખાન હસતો જોવા મળી રહ્યો છે.



આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું, "આર્યન શાહરૂખ ખાનને આખરે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા. 2 ઓક્ટોબરે અટકાયત કરવામાં આવી તે પહેલા દિવસથી  આ કેસમાં કોઈ પુરાવા નથી,  કોઈ ઉપભોગ, કોઈ ષડયંત્ર નથી....  અને ન તો હવે કંઈપણ છે."  વકીલે કહ્યું કે જસ્ટિસ નિતિન સાંબ્રેએ અમારી પ્રાર્થના સ્વીકારી અને આર્યનને જામીન આપ્યા.


મુંબઈના દરિયાકાંઠે ક્રુઝ શિપ પર 2 ઓક્ટોબરે NCBએ દરોડા પાડ્યા બાદ  અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. જસ્ટિસ એન ડબલ્યુ સામ્બ્રેની સિંગલ બેન્ચે આ કેસમાં સહ-આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન આપ્યા હતા.



જસ્ટિસ સામ્બ્રેએ કહ્યું, "તમામ ત્રણેય અપીલો  મંજૂર કરવામાં આવે છે. હું આવતીકાલે સાંજ સુધીમાં વિગતવાર આદેશ આપીશ." ત્યારબાદ આર્યનના વકીલોએ રોકડ જામીન આપવા માટે પરવાનગી માંગી હતી, જેને કોર્ટે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે જામીન આપવી પડશે.


આર્યનના વકીલોની ટીમ હવે શુક્રવાર સુધીમાં તેની મુક્તિ માટેની ઔપચારિકતા પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. 23 વર્ષીય આર્યન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં સેન્ટ્રલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આ તમામ સામે માદક પદાર્થ રાખવા, સેવન કરવા, પ્રતિબંધિત માદક પદાર્થોની ખરીદી અને વેચાણ અને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS એક્ટ)ની યોગ્ય કલમો હેઠળ ષડયંત્ર માટે કેસ નોંધવામાં આવ્યો છે.