'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે. શેફાલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો શેર થતાની સાથે જ વાયરલ થઈ રહ્યો છે. તેનો આ વીડિયો જોઈને બધાના શ્વાસ થંભી ગયા છે. તમને જણાવી દઈએ કે 'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે. હવે શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે. તેના તાજેતરના ફોટામાં, અભિનેત્રીનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે. જે પણ તેને જોઈ રહ્યા છે તે તેની સુંદરતાના વખાણ કર્યા વગર રહી શકતા નથી.
આ તસવીરો શેફાલીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે. શેફાલીની આ બોલ્ડ સ્ટાઇલ લોકોની નજર તેના તરફ ખેંચી રહી છે. સામે આવેલી આ તસવીરોમાં શેફાલી ખૂબ જ હોટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર બ્લેક બિકીનીમાં તેની ગ્લેમરસ તસવીર શેર કરીને શેફાલી જરીવાલાએ તમામ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હવે ચાહકો તેની આ કિલર સ્ટાઇલ પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે. આ તસવીરોમાં ખૂબ જ હોટ લુક જોવા મળી રહ્યો છે. ચાહકો આ તસવીરોને લાઈક કરી રહ્યા છે. શેફાલી જરીવાલાના તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસનો આ કાતિલ અંદાજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે શેફાલી જરીવાલાની ઉંમર 40 વર્ષની છે અને તેણે જે રીતે પોતાને ફિટ રાખી છે તે કોઈ ઉદાહરણથી ઓછું નથી. અભિનેત્રી ફિટનેસ અને ગ્લેમરમાં યુવા અભિનેત્રીઓને પણ મ્હાત આપી રહી છે. એક્ટ્રેસ શેફાલી જરીવાલા પોતાને ફિટ રાખવા માટે યોગ્ય ડાયટ ફોલો કરે છે. તે જંક ફૂડથી દૂર રહે છે. ફક્ત ઘરે બનાવેલો ખોરાક જ ખાવાનું પસંદ કરે છે.