Sania Mirza and Shoaib Malik Divorce: સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સ બન્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ સેલિબ્રિટી કપલ ખરેખર અલગ થવા જઈ રહ્યું છે કે આ આખી કવાયત માત્ર તેમના આગામી OTT શોને પ્રમોટ કરવા માટે છે? હવે લેટેસ્ટ માહિતી અનુસાર ફરીથી તેમના છૂટાછેડાના સમાચાર પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.
છૂટાછેડાના સમાચાર માત્ર પબ્લિસિટી સ્ટંટ હતા
સાનિયા મિર્ઝા અને શોએબ મલિક ખરેખર છૂટાછેડા લેવા જઈ રહ્યા છે કે નહીં તેની સામે ચાહકો દ્વારા આપવામાં આવતી પ્રથમ દલીલ એ છે કે સાનિયા કે શોએબ મલિકે હજુ સુધી આ વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. બીજી તરફ તાજેતરમાં જ શોએબ મલિકના ઇન્સ્ટાગ્રામ બાયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેના પર લખ્યું છે- 'Superwoman @mirzasaniar'
શોએબ મલિકનું ઇન્સ્ટાગ્રામ બાયો ચર્ચામાં છે
હવે આ બાયો વાંચીને એવું બિલકુલ નથી લાગતું કે આ બંને વચ્ચે કઈ ખરાબ ચાલી રહ્યું છે. કારણ કે ડોવોર્સની વાત સાથે આ બાયો મેચ થતો નથી. શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડાના સમાચાર પર ફેન્સ કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે તેમના છૂટાછેડાના સમાચાર હકીકતમાં તેમના શોને પ્રમોટ કરવા માટેનો જાહેર સ્ટંટ હતો. જો કે ખરેખર આવું છે કે કેમ તે તો સત્તાવાર જાહેરાત બાદ જ ખબર પડશે.