અભિનેત્રી શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાડીમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  શ્રદ્ધા દાસનો સાડીમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીએ કાતિલ સાડી લૂક જોઈને ફેન્સ પણ તેના દિવાના બન્યા છે. ચાહકો તેના વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 


 






શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે.   શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે. ચાહકો માટે અવારનવાર હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.  શ્રદ્ધા પોતાની બિકિની તસવીરોને લઈને પણ ચર્ચામાં રહે છે.  શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતક થયા પછી, અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં પ્રવેશ કર્યો. તે જ સમયે, શ્રદ્ધાએ ફિલ્મ 'લાહોર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.






40 થી વધુ ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનાર અભિનેત્રી શ્રદ્ધા ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, દિલ તો બચ્ચા હૈ જી, આર્યા 2, સનમ તેરી કસમ અને લાહોર જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી શ્રદ્ધા તેની જોરદાર એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે.


શ્રદ્ધા સાઉથની ફિલ્મોમાં ફેન્સના દિલ જીતી ચૂકી છે, તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. જો કે, તેના હોટ અને બોલ્ડ અભિનયથી ચાહકોને ઘાયલ કરવા છતાં, બોલિવૂડમાં શ્રદ્ધાનો સિક્કો ચાલી શક્યો નહીં.