Sidharth Kiara Wedding Gift Form Mukesh Ambani: અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ નવવિવાહિત કપલ ​​આજકાલ ખૂબ ચર્ચામાં છે. 12 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ કિયારા મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવા જઈ રહ્યો છે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. બોલિવૂડની આ સુંદર જોડીને લોકો તરફથી ઘણો પ્રેમ અને ભેટ મળી છે. અહેવાલ છે કે સિદ-કિયારાને અંબાણી પરિવાર તરફથી એક મોટી ભેટ આપવામાં આવી છે. 

Continues below advertisement


મુકેશ અંબાણીએ સિદ્ધાર્થ અને કિયારાને તેમની કંપની રિલાયન્સ ટ્રેન્ડ્સ ફૂટવેરના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. રિલાયન્સ રિટેલના વેન્ચર ટ્રેન્ડ્સ ફૂટવેરે કપલને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની માહિતી આપી છે.


અખિલેશ પ્રસાદ, ફેશન અને લાઇફસ્ટાઇલ, રિલાયન્સ રિટેલ લિમિટેડના પ્રમુખ અને સીઇઓએ માહિતી આપતા કહ્યું હતું કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડના બે સૌથી લોકપ્રિય અને પ્રતિભાશાળી યુવા આઇકોન છે, જેમની લોકોમાં ભારે ફેન ફોલોઇંગ છે. તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાથી યુવાનો સાથેના અમારા સંબંધો મજબૂત બનશે.


ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવાર તરફથી કરોડોની ગિફ્ટ મળ્યા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ખૂબ જ ખુશ છે. હકીકતે કિયારા અડવાણીના અંબાણી પરિવાર સાથે સારા સંબંધો છે. કિયારા અને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી બાળપણના મિત્રો છે. તાજેતરમાં જ ઈશા અંબાણી પોતાના પતિ આનંદ પીરામલ સાથે સિદ્ધાર્થ કિયારાના લગ્નમાં પહોંચી હતી. હવે અંબાણી પરિવાર મુંબઈમાં પણ રિસેપ્શનમાં હાજરી આપે તેવી શક્યતા છે.


Kiara Advani : તો શું આલિયા ભટ્ટની માફક કિયારા અડવાણી પણ છે પ્રેગ્નેન્ટ? જુઓ વીડિયો


બોલિવૂડની ગોર્જિયસ ગર્લ કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. અભિનેત્રીએ શેર શાહના કો-સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સાત ફેરા લીધા. કપલના આ ભવ્ય લગ્ન ચર્ચામાં હતા અને આ દરમિયાનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ સિવાય લગ્ન બાદ કપલનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં કિયારા અડવાણી લગ્ન બાદ પહેલીવાર સિંદૂર લગાવતી જોવા મળી હતી. જ્યાં એક તરફ લોકો તેના લુકના વખાણ કરતા જોવા મળ્યા તો બીજી તરફ કેટલાક લોકોને અભિનેત્રી પ્રેગ્નન્ટ હોવાની પણ શંકા વ્યક્ત કરી છે.


કિયારા-સિદ્ધાર્થનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કિયારા અને સિદ્ધાર્થ કારમાંથી બહાર નીકળીને મીડિયાને સંબોધિત કરી રહ્યાં છે. આ દરમિયાન કેટલાક લોકોએ કિયારાની બોડી લેંગ્વેજ પર ધ્યાન આપ્યું અને તેની સીધી સરખામણી આલિયા ભટ્ટ સાથે કરી હતી. લોકોને શંકા છે કે, કિયારા અડવાણી વારંવાર પોતાનું પેટ દુપટ્ટા વડે કેમ છુપાવી રહી છે. ઘણા ચાહકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. લોકોનું માનવું છે કે, આલિયાની જેમ કિયારા પણ લગ્ન પહેલા પ્રેગ્નન્ટ થઈ ગઈ છે.