Sonu Sood Tweet: બોલીવુડ એક્ટર સોનૂ સૂદ લોકોની મદદ કરવા માટે હંમેશા આગળ રહે છે. કોરોના મહામારીમાં સોનૂ સૂદે પ્રવાસી લોકોને મદદ કરીને મસીહા બન્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી સોનૂ સૂદ વિવિધ રીતે જરુરીયાતમંદ લોકોને મદદ કરી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર તેની પાસે મદદ કરે છે અને પછી સોનૂ સૂદ તેમની મદદ કરે છે. ત્યારે હવે સોનૂએ બિહારની એક દિવ્યાંગ બાળકીની મદદ કરી છે જે 1 કિમી સુધી પગપાળા ચાલીને શાળાએ જાય છે. આ બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેનું નામ સીમા છે. એક દુર્ઘના બાદ આ સીમાએ પોતાનો પગ ગુમાવ્યો હતો. એક પગ ના હોવા છતાં આ બાળકીનો જુસ્સો ઓછો નથી થયો. તે એક પગે ચાલીને શાળાએ જાય છે. આ બાળકની જુસ્સાને સોનૂ સૂદે સલામ કરી છે. સોનૂએ આ બાળકીને મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
સોનૂ સૂદ મદદ કરશેઃ
આ બાળકીનો વીડિયો શેર કરતાં સોનૂ સૂદે લખ્યું- "હવે તે પોતાના બંને પગ પર કૂદીને સ્કૂલ જશે. હું ટિકિટ મોકલી રહ્યો છું, બંને પગે ચાલવાનો સમય આવી ગયો છે."
આ છોકરી કોણ છે?
આ બાળકીનું નામ સીમા છે અને તે બિહારના જમુઈની રહેવાસી છે. આ છોકરી મોટી થઈને શિક્ષક બનવા માંગે છે. તે શિક્ષક બનીને લોકોને શિક્ષિત કરવા માંગે છે. સીમાને 5 ભાઈ-બહેન છે. તેના પિતા મજૂર તરીકે કામ કરે છે અને માતા ઈંટના ભઠ્ઠા પર કામ કરે છે.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સોનૂ સૂદે મદદનો હાથ લંબાવ્યો હોય. આ પહેલાં બિહારના વાયરલ થયેલા સોનુ કુમારની મદદ કરી હતી. સોનુએ સ્કૂલમાં એડમિશન અપાવવા માટે મદદ માંગી હતી. બાળકનો વીડિયો વાયરલ થયા બાદ સોનૂ સૂદ તેની મદદ માટે આગળ આવ્યો હતો અને તેણે બાળકને ખાનગી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.