સોનૂ સૂદે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સાથે ટેલરિંગ કરતો ફોટો પણ શેર કર્યો છે. તેમણે આ ફોટો શેર કરતા ફોટો કેપ્શનમાં લખ્યું છે કે,’અહીં સિલાઇ મફત થાય છે. જો કે પેન્ટની સિલાઇ કરૂં ત્યારે પેન્ટ જ બને તેની કોઇ ગેરન્ટી નથી’
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, વીડિયોને અત્યાર સુધીમાં 23 લાખ લોકો જોઇ ચૂક્યા છે. ફેન્સ આ વીડિયો પર જુદા-જુદા પ્રકારની કમેન્ટ કરી રહ્યાં છે.
સોનુ સૂદના આ વીડિયો પર ફેન્સ રિએક્ટ કરી રહ્યાં છે. એક યુઝર્સે તો ત્યાં સુધી લખ્યું કે, સોનુ પેન્ટના બદલે ચડ્ડી પણ બનાવી દેશે તો પણ ચાલશે.
આ વીડિયો પર કટપ્પા નામથી એક યુઝરે એક્ટર સોનૂને નિકર સીવી દેવાની માંગ કરી છે.
સોનૂ સૂદનો એક મ્યુઝિક વીડિયો પણ વાયરલ થયો હતો. કોરોનામાં લોકડાઉન સમયે તેમણે લોકોની ખૂબ જ મદદ કરી હતી. તેમના આ સેવાકાર્યના કારણે તેમનો ચાહક વર્ગ વધી ગયો છે.