Devara Part 1 OTT Release Date: જૂનિયર એનટીઆર, જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન સ્ટારરર ફિલ્મ દેવરાઃ પાર્ટ 1' 27 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ હતી અને તેણે બૉક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી, પરંતુ તે પછી તેની કમાણીનો ગ્રાફ સતત નીચે જતો રહ્યો હતો. ઓવરઓલ 'દેવરાઃ પાર્ટ 1' બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. દરમિયાન 'દેવરા' હવે OTT પર રિલીઝ માટે તૈયાર છે. ચાલો જાણીએ કે આ ફિલ્મ OTT ક્યારે અને ક્યાં ટકરાશે?


'દેવરા: પાર્ટ 1' ઓટીટી પર ક્યારે અને ક્યાં થશે રિલીઝ - 
જેઓ જૂનિયર એનટીઆરની 'દેવરાઃ પાર્ટ 1' થિયેટરમાં જોઈ શક્યા નથી તેમના માટે સારા સમાચાર છે. ખરેખર થિયેટરમાં રિલીઝ થયા પછી આ ફિલ્મ હવે OTT પ્રીમિયરની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે 'દેવરાઃ પાર્ટ 1' 8 નવેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે તમામ ભાષાઓમાં ફિલ્મના ડિજિટલ અધિકારો મેળવી લીધા છે, આમ તે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમમાં ડિજિટલી સ્ટ્રીમિંગ થશે.






'દેવરા: પાર્ટ 1' ની કેવો છે બૉક્સ ઓફિસ રિપોર્ટ ?
'દેવરાઃ પાર્ટ 1' ઘણી અપેક્ષાઓ સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અને તમામ ભાષાઓમાં મળીને લગભગ રૂ. 74 કરોડના કલેક્શન સાથે તેની બમ્પર ઓપનિંગ પણ થઈ હતી. જે બાદ એવું લાગી રહ્યું હતું કે આ ફિલ્મ ટિકિટ બારી પર તમામ રેકોર્ડ તોડી નાખશે. જો કે બીજા દિવસથી જ ફિલ્મની કમાણી ઘટવા લાગી અને આ સાથે જ ફિલ્મ કમાણીના મામલામાં ઘણી પાછળ રહી ગઈ. 'દેવરાઃ પાર્ટ 1'એ બોક્સ ઓફિસ પર સરેરાશ બિઝનેસ કર્યો છે.


જોકે, આ ફિલ્મ તેની ભવ્યતા, ટ્રીટમેન્ટ અને VFX માટે ખૂબ વખણાઈ છે. ફિલ્મના કલાકારોના ખૂબ વખાણ થયા પરંતુ 'દેવરાઃ પાર્ટ 1'નું બોક્સ ઓફિસ પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું. ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 343 કરોડ રૂપિયા છે.


'RRR' પછી NTRની આ પહેલી સોલો રિલીઝ હતી. જૂનિયર એનટીઆરએ 'દેવરા'ને સારો પ્રતિસાદ ના મળવા માટે દર્શકોને જવાબદાર ઠેરવ્યા હતા. તમને જણાવી દઈએ કે જૂનિયર એનટીઆર હવે ઋતિક રોશન અને કિયારા અડવાણી સાથે 'વોર 2'થી બૉલિવૂડમાં ડેબ્યૂ કરશે.


આ પણ વાંચો


Nora fatehi : ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીનો હોટ બોડીકોન લૂક વાયરલ, જુઓ તસવીરો