Shah Rukh Khan In Empire Magazine 50 Great Actors List: શાહરુખ ખાનને કિંગ ખાન એમ જ નથી કહેવામાં આવતો. બોલિવૂડ બાદશાહના દુનિયા ભરમાં ચાહકો છે. દેશ જ નહી વિદેશોમાં પણ તેનો ચાહક વર્ગ તેની ફિલ્મનો ઇંતજાર કરતાં હોય છે. શાહરુખ ખાનની લોકપ્રિયતાનો અંદાજ આ બાબતને લઈને જ લાગી જાય છે કે ખૂબ જ ફેમસ મેગેઝીન અમ્પાયરે દુનિયાના 50 મહાન એક્ટર્સની યાદીમાં તેને જગ્યા આપી છે. આ લિસ્ટમાં બોલિવૂડમાંથી એક માત્ર શાહરુખ ખાનનું નામ છે. આ લિસ્ટમાં હોલિવૂડ એક્ટર દેનજેલ વાંશીગટન, ટોમ હૈકસ, એન્થની મરલન બ્રેડો, મેરિલ સ્ટ્રીપ, જૈક નિકોલસન અને કેટલાક અન્ય કલાકાર સામેલ છે.


મેગેઝીન એમ્પાયરે શાહરૂખ ખાનની પ્રશંસા કરી હતી


મેગેઝિને જણાવ્યું હતું કે ખાનની પાસે હવે એવી કારકિર્દી છે જે ચાર દાયકા સુધી "અનબ્રોકન હિટની નજીક છે, અને તેના ચાહકોની સંખ્યા અબજોમાં છે" મેગેઝીનમાં વધુમાં કહેવામાં આવ્યું કે તમે કોઈ કરિશ્મા અને પોતાના ક્રાફ્ટમાં મહારત વિના આવું ના કરી શકો. લગભગ દરેક શૈલીમાં કમ્ફર્ટેબલ, એવું કઈંજ નથી જે તેઓ ના કરી શકે






મેગેઝિને ખાનની ફિલ્મોનો ઉલ્લેખ કર્યો 


પ્રકાશનમાં શાહરૂખની કેટલીક ફિલ્મોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પૈકી, સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત "દેવદાસ", કરણ જોહર દ્વારા "માય નેમ ઈઝ ખાન" અને "કુછ કુછ હોતા હૈ" અને આશુતોષ ગોવારિકર દ્વારા દિગ્દર્શિત "સ્વદેશ"માં ખાનનું પાત્ર પ્રકાશિત થયું હતું. 2012ની ફિલ્મ "જબ તક હૈ જાન" ના તેમના સંવાદ - "જિંદગી તો હર રોજ જાન લેતી હૈ... બમ તો સિર્ફ એક બાર લેગા" ને તેની કારકિર્દીની "આઇકોનીક લાઇન" તરીકે ઓળખવામાં આવે છે.


શાહરૂખ ખાનની આગામી ફિલ્મો


શાહરૂખ ખાન આગામી 25 જાન્યુઆરી 2023ના રોજ વિશ્વભરમાં રિલીઝ થનારી એક્શન ફિલ્મ "પઠાણ" માં જોવા મળશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ છે. આ વર્ષે ખાન વધુ બે ફિલ્મોમાં જોવા મળશે. આમાં ફિલ્મ નિર્માતા એટલી સાથેની એક્શન-એન્ટરટેઇનર "જવાન" અને રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત "ડંકી"નો સમાવેશ થાય છે. "જવાન", સમગ્ર ભારતનો પ્રોજેક્ટ 2 જૂન 2023ના રોજ રિલીઝ થશે જ્યારે તાપસી પન્નુ અભિનીત "ડંકી" પણ ડિસેમ્બર 2023 માં રિલીઝ થશે.