મુંબઇઃ લૉકડાઉનનો સમય ચાલી રહ્યો છે અને એક્ટ્રેસ આ સમયનો સદપયોગ કરી રહી છે. બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોનીનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો ખરેખર વર્કઆઉટનો છે, જેમાં એક્ટ્રેસે પોતાનો દાયરો વધાર્યો છે.

સનીએ એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં તે 10 કિલો વજનવાળો શર્ટ પહેરીને નજરે ચઢી રહી છે, આ વીડિયોમાં સની પોતાના બાળકને સ્ટ્રૉલરમાં નાંખીને જૉગિંગ કરતી દેખાઇ રહી છે.

સની લિયોનીનો આ વીડિયો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, અને આના પર જબરદસ્ત લાઇક્સ અને કૉમેન્ટ આવી રહી છે, આ વીડિયોને અત્યાર સુધી 20 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.



સનીએ સોમવારે ત્રણેય બાળકો, નિશા, નોઆહા અને અશરની સાથે એક તસવીર શેર કરી હતી. આના કેપ્શનમાં તેને લખ્યું હતું- બધી માતાઓને માતૃદિવસની શુભેચ્છા. સનીએ પોતાની પૉસ્ટમાં માતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.