મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તપાસ એજન્સીની તપાસ પુરજોશમાં શરૂ થઇ ગઇ છે, ઇડી, સીબીઆઇ અને એનસીબીએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. દરરોજ આ કેસ સાથે જોડાયેલા લોકોને લઇને નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે હવે સુશાંતના બેન્ક એકાઉન્ટની ડિટેલને લઇને ચેટ સામે આવી છે.
સમાચારોનુ માનીએ તો મની લૉન્ડ્રિંગ મામલામાં સુશાંત સિંહ રાજપૂતના બિઝનેસ મેનેજર વરુણ માથુર અને એકાઉન્ટ રજત મેવાતી સાથે પુછપરછ કરવામાં આવી છે. આમાં બેન્ક સ્ટેટમેન્ટને લઇને અત્યાર સુધી ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ અનુસાર સુશાંત સિંહ રાજપૂતની એક્સ મેનેજર શ્રૃતિ મોદી પર સુશાંતથી તેનુ બેન્ક સ્ટેટમેન્ટ છુપાવવાનો આરોપ લાગી રહ્યાં છે.
રિપોર્ટ્સનુ માનીએ તો સુશાંત સિંહ રાજપૂત કેસમાં, રજત મેવાતીએ સુશાંતની પૂર્વ મેનેજર શ્રૃતિ મોદી પર આરોપ લગાવ્યો છે કે, તે સુશાંતથી બેન્ક સ્ટેટમેન્ટ છુપાવતી હતી. જ્યારે આ વિશે સુશાંતને ખબર પડી તો તેને આ વિશે માર્ચમાં શ્રૃતિ સાથ વાત કરી હતી, ત્યારબાદ શ્રૃતિએ રિયા ચક્રવર્તીને બોલાવીને આ મેટરમાં સૉલ્વ કરી લીધી હતી.
રિપોર્ટનુ માનીએ તો સુશાંત અને તેને બેન્ક મેનેજર વચ્ચે વૉટ્સએપ ચેટ પણ સામે આવી છે. 21 મેની આ ચેટમાં સુશાંત સિંહે લખ્યું- હાય, હું સુશાંત સિંહ રાજપૂત છુ, જ્યારે બની શકે ત્યારે પ્લીઝ ફોન કરશો. સુશાંતના આ ચેટના બાદ બેન્ક મેનેજરે જવાબમાં લખ્યુ- હાય, મને એક ફોર્મ પર તમારા સિગ્નેચરની જરૂર છે. હું ઇમેલ પર ફોર્મ મોકલી રહ્યો છુ? જોકે હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી કે સુશાંત પોતાના બેન્ક એકાઉન્ટમાં કયા પ્રકારના ફેરફારો કરવો માંગતો હતો.
સુશાંતના બેન્ક એકાઉન્ટને લઇને થયો મોટો ખુલાસો, મેનેજર સાથે સુશાંતે ચેટમાં શું કરી હતી વાત, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Sep 2020 10:23 AM (IST)
રિપોર્ટ અનુસાર સુશાંત સિંહ રાજપૂતની એક્સ મેનેજર શ્રૃતિ મોદી પર સુશાંતથી તેનુ બેન્ક સ્ટેટમેન્ટ છુપાવવાનો આરોપ લાગી રહ્યાં છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -