Sushmita Sen Reaction On Lalit Modi Affair : બોલીવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) હાલના સમયમાં તેની લવ લાઈફને લઈ ચર્ચામાં છે. સુષ્મિતા સેન (Sushmita Sen) જાણીતા બિઝનેસમેન લલિત મોદી (lalit Kumar Modi) ને ડેટ કરી રહી છે. આ વાતનો ખુલાસો તાજેતરમાં જ લલિત મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા કર્યો હતો. લલિત મોદીની આ જાહેરાત બાદથી સોશિયલ મીડિયા પર બંને છવાયેલા છે. લોકો સુષ્મિતા અને લલિત મોદીને અલગ-અલગ પ્રકારના મીમ્સ શેર કરીને ટ્રોલ કરી રહ્યા છે.


હવે આ ટ્રોલિંગ વચ્ચે સુષ્મિતા સેને પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. સુષ્મિતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તે તેની બંને દીકરીઓ સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ પોસ્ટમાં સુષ્મિતાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે ન તો તેના લગ્ન થયા છે અને ન તો સગાઈ. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તેણે ઘણી સ્પષ્ટતા કરી છે પરંતુ હવે નહીં!



દીકરીઓ સાથેની ખુશીની પળની તસવીર શેર કરતાં અભિનેત્રીએ લખ્યું, 'હું ખુશ જગ્યાએ છું...ન તો લગ્ન...ન સગાઈ. હું તેમની સાથે છું જે મને બિનશરતી પ્રેમ કરે છે. ઘણી સ્પષ્ટતાઓ આપી... હવે જિંદગી અને કામ પર વાપસી.  મારી ખુશીનો ભાગ બનવા બદલ આભાર અને જે ભાગ નથી તેનો ફરક નથી પડતો. આઈ લવ યુ ફ્રેન્ડ્સ' સુષ્મિતાની આ ઈન્સ્ટા પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.


લલિત મોદીએ આ રીતે પ્રેમ જાહેર કર્યો


14 જુલાઈના રોજ લલિતે તેના ટ્વિટર એકાઉન્ટ પર બે ટ્વિટ કર્યા હતા. પહેલા ટ્વીટમાં લલિત મોદીએ લખ્યું હતું કે, પરિવાર સાથે વર્લ્ડ ટુર કરીને હાલ જ લંડન પરત ફર્યો છું. આ દરમિયાન લલિત મોદીએ 'બેટરહાલ્ફ' તરીકે સુષ્મિત સેનનું નામ લખ્યું છે. અને નવા જીવનની શરુઆત થઈ રહી છે.  આ સાથે લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેની તસવીરો પણ શેર કરી છે. જેમાં બંને એક કપલ તરીકે દેખાઈ રહ્યા છે.


જો કે આ ટ્વીટ બાદ લલિતે પોતાના ઓફિશિયલ ટ્વિટર પર અન્ય એક ટ્વિટમાં સ્પષ્ટતા કરી હતી કે તેણે લગ્ન કર્યા નથી, પરંતુ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.


અન્ય એક ટ્વિટમાં લલિત મોદીએ લખ્યું કે, 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે લગ્ન કર્યા નથી... માત્ર એકબીજાને ડેટ કરી રહ્યાં છીએ. એક દિવસ આવું પણ થશે.


અગાઉ રોહમન શૉલને એક્ટ્રેસ કરતી હતી ડેટ -


સુષ્મિતા સેનનુ છેલ્લુ અને તાજેતરનું અફેર મૉડલ રૉહમન શૉલ સાથે રહ્યું હતુ, બન્ને એકબીજાના ખુબ નજીક હતા, રૉહમન શૉલ સુષ્મિતા સેનથી 15 વર્ષ નાનો છે, વર્ષ 2018માં બન્ને એકબીજાની નજીક આવ્યા અને 2021માં તેમનુ બ્રેકઅપ થઇ ગયુ હતુ.