પાકિસ્તાન સામે ભારતની જીત બાદ ઝુમી ઉઠ્યું બોલિવૂડ,અજય દેવગનથી લઈને અનુપમ ખેરે આ રીતે આપી પ્રતિક્રિયા
Celebs On T20 World Cup: ભારતે રવિવારે 2026 ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પર શાનદાર વિજય મેળવ્યો. બોલિવૂડથી લઈને દક્ષિણ સુધીના સેલિબ્રિટીઝે ભારતીય ક્રિકેટ ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી.

Celebs On T20 World Cup: રવિવારનો દિવસ દેશ માટે ખૂબ જ ખાસ રહ્યો. ટી-20 વર્લ્ડ કપની ગ્રુપ A મેચમાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવીને સુપર-8 સ્ટેજમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમની આ જીતથી આખો દેશ ઝૂમી ઉઠ્યો હતો. બોલિવૂડથી લઈને સાઉથ સુધીના સેલેબ્સે સોશિયલ મીડિયા પર ભારતીય ટીમની પ્રશંસા કરી હતી.
અજય દેવગણે કરી ટીમની પ્રશંસા
અજય દેવગણે એક્સ (X) પર પોસ્ટ કરતા લખ્યું, "આ શાનદાર ટીમે જીતને સરળ બનાવી દીધી છે. શું રમત રમી છે!"
This brilliant team makes winning look like a cakewalk
Kya khela hai! 🙌🇮🇳#IndVsPak #T20WorldCup2026— Ajay Devgn (@ajaydevgn) February 15, 2026
મમૂટીએ વ્યક્ત કર્યો ગર્વ
સાઉથના દિગ્ગજ અભિનેતા મમૂટીએ ટ્વીટ કર્યું, "આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાન પર જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન. દેશ માટે ગર્વની ક્ષણ."
Congratulations to the Indian Cricket Team on their victory over Pakistan at the ICC Men’s #T20WorldCup2026
— Mammootty (@mammukka) February 15, 2026
A proud moment for the nation 🇮🇳 pic.twitter.com/Vv8GVwxwju
અર્જુન રામપાલની શાનદાર પોસ્ટ
ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કરતા અર્જુન રામપાલે લખ્યું, "હો ગયા! સુપર-8 માં એન્ટ્રી કરવા માટે શાનદાર પરફોર્મન્સ છે. અભિનંદન મેન ઇન બ્લુ, અમે તમને પ્રેમ કરીએ છીએ. ઈશાન કિશન (23) માટે સ્પેશિયલ શાઉટ આઉટ. હર હર મહાદેવ, હેપ્પી મહાશિવરાત્રી."
View this post on Instagram
અનુપમ ખેરનો જોશભર્યો વીડિયો
મેચ પૂરી થવાની અણી પર હતી ત્યારે અનુપમ ખેરે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ભારતની જીત થતાની સાથે જ તેઓ જોર-જોરથી હસતા અને ભગવાનનું નામ લેતા જોવા મળ્યા હતા. તેમણે કેપ્શનમાં લખ્યું, "હર હર મહાદેવ! જય ભોલેનાથ. ઈન્ડિયા વર્સિસ પાક."
View this post on Instagram
અનિલ કપૂરને ટીમ પર ગર્વ
અનિલ કપૂરે સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાની તસવીર શેર કરીને લખ્યું, "And that’s how it’s done🇮🇳👊🏻🙌🏻 Super proud @BCCI"
And that’s how it’s done🇮🇳👊🏻🙌🏻
— Anil Kapoor (@AnilKapoor) February 15, 2026
Super proud @BCCI pic.twitter.com/ko1BSwVCEY
વિવેક ઓબેરોયનો ઉત્સાહ
વિવેક ઓબેરોયે ટ્વીટ કર્યું, "આ તક પણ ગઈ! ઈશાન કિશને 40 બોલમાં 77 રન બનાવ્યા અને જસપ્રીત બુમરાહ તથા હાર્દિક પંડ્યાએ ઝડપથી વિકેટો ઝડપી. આખી મેચમાં મારી જ બૂમોથી મારા કાન ગુંજી રહ્યા છે! આપણા બ્લુ ખેલાડીઓને વધુ પાવર મળે!"























