નવી દિલ્હીઃ ટીવીનો સૌથી પૉપ્યુલર શૉ તારક મેહતાને લઇને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તારક મેહતા શૉમાં નટુકાકા તરીકે દેખાતા ઘનશ્યામ નાયકને હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘનશ્યામ નાયકને ગળાની બિમારી લાગુ પડી છે, જેના કારણે હવે તેમની સર્જરી થશે.


મીડિયા રિપોર્ટ પ્રમાણે, 76 વર્ષીય ઘનશ્યામ નાયક- નટુકાકાએ લૉકાડાઉ બાદ શૂટિંગ શરૂ નથી કર્યુ, છેલ્લા કેટલાક સમયથી શૉમાં નથી દેખાયા. ગળાના ગેલેન્ડમાં પ્રૉબ્લમ થતા, તેમની સર્જરી કરાવાશે. પ્રૉડક્શન હાઉસના નજીકના એક સુત્રે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યુ કે થોડાક દિવસો પહેલા નટુકાકાને ગળામાં ગાંઠ ડિટેક્ટ થઇ હતી. ડૉક્ટરે જેના માટે સર્જરી કરાવવાનુ કહ્યું છે, તે જલ્દી ઠીક થઇને શૉમાં પરત ફરશે. નટુકાકા શૉમાં એક ખાસ ભૂમિકા નિભાવે છે અને ફેન્સ તેને ખુબ પસંદ પણ કરે છે.



સુત્રો અનુસાર, ઘનશ્યામ નાયકની મદદ માટે પ્રૉડક્શન હાઉસ સામે આવ્યુ છે. વળી, તાજેતરમાંજ બૉમ્બે હાઇકોર્ટે 65 વર્ષથી વધુની ઉંમરના એક્ટર્સને શૂટિંગ કરવાની અનુમતિ આપી દીધી હતી. ત્યારબાદ નટુકાકા આ સમાચારથી ઘણા ખુશ થયા હતા. તેમને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે હું બહુજ ખુશ છુ, આ મારા માટે નવો જન્મ જેવો છે, હું ખુશ છું કે અમે ફરીથી શૂટિંગ શરૂ કરી શકીશું. જો હાલ નહીં તો એક કે બે મહિના બાદ શૂટિંગ શરૂ કરી લઇશું.