મુંબઈ: 2023માં ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે.  શાહરુખ ખાનની ત્રણ ફિલ્મો અને સલમાન ખાનની બે ફિલ્મો આ વર્ષે રિલીઝ થવાની છે.  જ્યાં સુધી બોલિવૂડની વાત છે ત્યાં સુધી તે એક શાનદાર વર્ષ જેવું લાગે છે. એવી બીજી ઘણી ફિલ્મો છે કે જેની પ્રેક્ષકો રાહ જોઈ રહ્યા છે. 


બોલીવૂડના કિંગખાન શાહરુખનની ફિલ્મ પઠાણ 2023માં રીલીઝ થવાની છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં શાહરુખ  ખાનની સાથે દીપિકા પાદૂકોણ અને જોન અબ્રાહમ જોવા મળશે. 


બોલિવૂડ (Bollywood)માં એક્શન કોમેડી ફિલ્મોના નિર્માતા નિર્દેશક રોહિત શેટ્ટી (Rohit Shetty ) માટે વર્ષ 2022 કંઈ ખાસ ન હતું. તેમની ફિલ્મો સિનેમાઘરોમાં બહુ અજાયબી કરી શકી નથી. તાજેતરમાં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની સર્કસ બોક્સ ઓફિસ પર દર્શકોનું મનોરંજન કરવામાં નિષ્ફળ ગઈ. વર્ષ 2023માં રોહિત શેટ્ટીની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. તેમાં અજય દેવગનની સિંઘમ 3, સિદ્ધાર્થ મલ્હોત્રાની ભારતીય પોલીસ દળ, સૂર્યવંશી 2 અને ગોલમાલ 5 વગેરેનો સમાવેશ થાય છે.


અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. પ્રેક્ષકો હવે 'પુષ્પા 2'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે સિનેમાઘરોમાં આવશે.


પ્રભાસ સ્ટારર ફિલ્મ 'સલાર' પણ વર્ષ 2023 ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ કરી રહ્યા છે. ફિલ્મમાં શ્રુતિ હાસન અને જગપતિ બાબુ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.


કરણ જોહરની ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મનું નામ હશે રોકી ઔર રાની કી પ્રેમ કહાની.   ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મુખ્ય ભૂમિકામાં છે અને તે 28 એપ્રિલ, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.


સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત છે અને તેમાં પૂજા હેગડે અને વેંકટેશ દગ્ગુબાતી પણ મુખ્ય ભૂમિકામાં છે. શહેનાઝ ગિલ, પલક તિવારી અને વિજેન્દર સિંહ પણ આ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મ હવે ઈદ 2023  પર સિનેમાઘરોમાં આવવાની છે.


 


2023ના વર્ષમાં અનેક ફિલ્મો રિલીઝ થશે. ચાહકો આ ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.