Michael Jackson Unknown Facts: આખી દુનિયા હજુ પણ તેને કિંગ ઓફ પોપ કહે છે. કહે જ ને કારણ કે તેને ખૂબ જ જોરદાર રીતે પોતાનું કામ કર્યું છે. તેણે માત્ર તેના ગીતોથી જ હલચલ મચાવી ન હતી, પરંતુ તેના ડાન્સ મૂવ્સથી વિશ્વના દરેકને ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા હતા. આલમ એ છે કે આજે પણ દરેક વ્યક્તિ તેના મુન વોક સ્ટેપ્સને ફોલો કરતાં જોવા મળે છે. વાત થઈ રહી છે માઈકલ જેક્સનની, જે 150 વર્ષ જીવવા માંગતો હતો, પરંતુ તે 51 વર્ષ પણ પૂર્ણ કરી શક્યો નહી. પુણ્યતિથિ નિમિત્તે અમે તમને માઈકલ જેક્સનના જીવનની કેટલીક યાદોથી પરિચિત કરાવી રહ્યા છીએ.


બાળપણથી જ સંગીતનો શોખ હતો


29 ઓગસ્ટ 1958ના રોજ અમેરિકાના ઈન્ડિયાના પ્રાંતમાં જન્મેલા માઈકલ જેક્સનને બાળપણથી જ સંગીતનો શોખ હતો. આ જ કારણ હતું કે તેણે પોતાના કરિયરની શરૂઆત તેના ભાઈના પોપ ગ્રુપથી કરી હતી. તેણે ખૂબ જ નાની ઉંમરે ટેમ્પોરિન અને બોંગા વગાડવાનું શરૂ કર્યું. આ પછી તે તેના ભાઈના મ્યુઝિકલ ગ્રૂપમાં જોડાયો અને ધીમે ધીમે ખ્યાતિની ઊંચાઈઓ હાંસલ કરવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું.


અંગત જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો


તમને જાણીને નવાઈ લાગશે કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે માઈકલ જેક્સનને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. વર્ષ 1971 માં, તેણે ગાયક તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી. આ પછી તેણે સફળતાની સફર શરૂ કરી. જણાવી દઈએ કે માઈકલ જેક્સનનું અંગત જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હતું. વર્ષ 1994માં તેણે લિસા મેરી પ્રિસ્લે સાથે લગ્ન કર્યા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. આ પછી માઈકલ જેક્સને તેની નર્સ ડેબી રો સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન પણ બે વર્ષ પછી તૂટી ગયા.


આ ઈચ્છા અધૂરી રહી


જણાવી દઈએ કે માઈકલ જેક્સન 150 વર્ષ જીવવા માંગતા હતા. આ જ કારણ હતું કે 12 ડોક્ટરોની ટીમ આખો સમય તેના ઘરે રહેતી હતી. માઈકલ હંમેશા ઓક્સિજનના પલંગ પર સૂતો હતો. તે જ સમયે તે લોકો સાથે હાથ મિલાવતા પહેલા મોજા પહેરતો હતો. જો કે, માઈકલ જેક્સન આટલી કસરત અને ડોક્ટરોની ફોજ હોવા છતાં 51 વર્ષ પણ જીવી શક્યો નહી. તેમણે 25 જૂન 2009ના રોજ 50 વર્ષ 9 મહિના અને 26 દિવસની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું.