એનસીબી સુત્રોનુ માનીએ તો આ ધરપકડ ટેલિવિઝન એક્ટ્રેસ અને પકડાઇ ગયેલા ડ્રગ્સ પેડલર્સના ઘરે અને ઠેકાણાંઓ પાડવામાં આવેલા દરોડામાં તેમની પાસેથી કોકીન, એલએસડી, એમડીએમએ અને હસિશ મળી આવ્યુ છે. આ પહેલા પણ કેટલાય ડ્રગ્સ પેડલર્સ પર એનસીબી કાર્યવાહી કરી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે સુશાંત કેસમાં મુંબઇ પોલીસની ધીમી તપાસને ધ્યાનમાં રાખીને જ્યારે આ કેસ સીબીઆઇને સોંપવામાં આવ્યો, ત્યારે આ કેસમાં ડ્રગ્સનો મામલો પણ સામે આવ્યો હતો, જેમાં એનસીબીની ટીમ હજુ સુધી તપાસ કરી રહી છે. આ ડ્રગ્સ મામલામાં દિવંગત અભિનેતા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને લગભગ એક મહિનાની જેલ પણ ગાળવી પડી હતી.
વળી, બીજી બાજુ સુશાંત કેસમાં તપાસ કરી રહેલા તપાસ એજન્સી સીબીઆઇએ શુક્રવારે બૉમ્બે હાઇકોર્ટમાં જણાવ્યુ હતુ કે, આ કેસમાં જોડાયેલી કોઇપણ માહિતી તેમને મીડિયામાં લીક ન હતી કરી. મામલામાં મીડિયા ટ્રાયલ વિશે જનહિત અરજીઓની સુનાવણી કરતા કોર્ટે ટિપ્પણી કરી મીડિયાનુ ધ્રુવીકરણ થઇ ગયુ છે, અને આને નિયંત્રિત કરવાનુ નહીં પરંતુ, તેના કામમાં સંતુલન રાખવાનો સવાલ છે.