Urvashi Rautela Reaction On Shouting Rishabh Pant: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેના ગ્લેમરસ અવતારથી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ તેની પર્સનલ લાઈફ પણ ઓછી ચર્ચામાં નથી. સમયાંતરે ઘણી વખત ઉર્વશીનું નામ ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે જોડવામાં આવ્યું છે, પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે વાત કરી નથી. જો કે, તાજેતરમાં જ્યારે ઉર્વશી રૌતેલાના ચાહકોએ 'ઋષભ પંત'ના નામની બૂમો પાડવાનું શરૂ કર્યું ત્યારે ઉર્વશીના ચહેરા પરના હાવભાવ જોવા લાયક હતા.

Continues below advertisement


ચાહકોએ ઉર્વશીની સામે 'ઋષભ પંત'ની બૂમો પાડીઃ
સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પરથી અંદાજ લગાવાઈ રહ્યો છે કે, આ વીડિયો કોલેજની એક ઈવેન્ટનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ઉર્વશી તેના ફેન્સને હાય કહે છે અને તેમને મળે છે ત્યારે ત્યાં હાજર તમામ ફેન્સ 'ઋષભ પંત'નું નામ બોલવા લાગે છે. પહેલાં તો ઉર્વશી ઋષભનું નામ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે, પરંતુ બાદમાં એક સુંદર સ્મિત સાથે આ બૂમોની અવગણના કરે છે. ઉર્વશી ગુલાબી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.






ઋષભ પંત અને ઉર્વશી રૌતેલાનું નામ 2018માં જોડાયું હતુંઃ
રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2018માં ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વચ્ચે નિકટતા વધી હતી. બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ પણ કર્યા હતા, પરંતુ પછી અચાનક ઋષભ પંતે તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગી સાથેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. આટલું જ નહીં, એવા અહેવાલ પણ આવ્યા હતા કે તે સમયે ઋષભે ઉર્વશીને વોટ્સએપ પર બ્લોક કરી દીધી હતી.