Urvashi Rautela On Rishabh Pant: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ટ્રોલિંગનો શિકાર બની રહી છે. અભિનેત્રીનું નામ ક્રિકેટર ઋષભ પંત સાથે જોડવામાં આવી રહ્યું હતું. ઉર્વશી અને ઋષભ પંતની ડેટિંગની અફવાઓને લઈને સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થયો હતો.સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક મહિનાઓથી ઉર્વશી રૌતેલાને ક્રિકેટર ઋષભ પંતના નામે સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. જો કે હવે અભિનેત્રીએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. ઉર્વશીએ RPનો પણ ખુલાસો કર્યો છે.


આ છે ઉર્વશીની અસલી RP


ઉર્વશી રૌતેલાએ હવે આ બધી અફવાઓ પર ચર્ચા કરીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. ઉર્વશીએ કહ્યું, "આરપી મારી કો-સ્ટાર છે જેનું સાચું નામ રામ પોથિનેની છે. મને એ પણ ખબર નહોતી કે રિષભ પંત પણ આરપી તરીકે ઓળખાય છે. લોકો કઈ પણ પોતાના મનથી માની લે છે. અને તેના વિશે લખવાનું શરૂ કરી દે છે. અને જે લોકો આવી અફવાઓ પર ધ્યાન આપે છે તેઓને હું કહેવા માગું છું કે તેઓએ થોડી તપાસ કરી લેવાની જરૂર છે. જ્યારે તમે કઈ નથી જોયું ત્યારે તમે કઈ રીતે વિશ્વાસ કરી લો છો.


ઉર્વશી ગુસ્સે થઈ


ઋષભ પંત સાથે તેનું નામ જોડાયા બાદ સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયા બાદ રૌતેલાએ કોઈપણ ખચકાટ વગર વાત કરી છે. અભિનેત્રીએ કહ્યું, "અમે હંમેશા ક્રિકેટરો અને અભિનેતાઓની સરખામણી કરતા રહીએ છીએ. દેખીતી રીતે ક્રિકેટરોને કોઈપણ અભિનેતા કરતા વધુ સન્માન મળે છે. તેઓ અભિનેતાઓ કરતા પણ વધુ કમાણી કરે છે... અને આ વાત મને ખૂબ જ પરેશાન કરે છે. હું સમજું છું કે તેઓ દેશ માટે રમે છે અને તેમને ઘણું મળે છે. પ્રેમ અને સન્માનની વાત છે પણ કલાકારો પણ ઘણું બધું કરે છે. જો તેઓએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોય તો મેં ઘણી વખત જાતે કર્યું છે. જો કે મને આવી મૂર્ખ તુલના ગમતી નથી


તમને જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી સાથે ફિલ્મ 'વોલ્ટેર વીરૈયા'માં જોવા મળશે. ફિલ્મમાં ઉર્વશીનું એક ખાસ ગીત પણ છે.