US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
Middle East Crisis: અભિનેત્રી એશા ગુપ્તા અબુ ધાબીમાં છે. યુએસ-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે તેણે અબુ ધાબીથી એક પોસ્ટ શેર કરી, જેમાં કહ્યું કે તે સુરક્ષિત છે. એશા ગુપ્તાએ કહ્યું, "સમય ભયાનક છે."

Middle East Crisis: યુએસ-ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની વચ્ચે અનેક લોકો દુબઈમાં ફસાયા છે. અભિનેત્રી સોનલ ચૌહાણે જણાવ્યું કે તે દુબઈમાં ફસાઈ ગઈ છે અને તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદની ગુહાર લગાવી છે. આ દરમિયાન અભિનેત્રી ઈશા ગુપ્તાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને જણાવ્યું છે કે તે અબુ ધાબીમાં છે. ઈશાના ચાહકો તેની સુરક્ષાને લઈને ચિંતામાં હતા, પરંતુ હવે અભિનેત્રીએ પોતે સુરક્ષિત હોવાની જાણકારી આપી છે.

અબુ ધાબીમાં છે ઈશા ગુપ્તા
ઈશાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યું કે, "જે લોકો મારા વિશે પૂછી રહ્યા છે અને મેસેજ કરી રહ્યા છે, તે તમામ લોકોને જવાબ ન આપી શકવા બદલ મને માફ કરશો. અમે ઠીક છીએ અને સુરક્ષિત છીએ. સમય ઘણો ડરામણો અને મુશ્કેલ છે. ભગવાન આપણી રક્ષા માટે છે. અમને ભરોસો છે કે સંરક્ષણ મંત્રાલય સુરક્ષા અને ઈન્ટરસેપ્શનમાં સર્વશ્રેષ્ઠ કામ કરી રહ્યું છે. જે પણ લોકો ફસાયા છે તે તમામ પ્રભાવિત છે, દરેકની સુરક્ષા પહેલા છે. જલ્દી ઘરે પહોંચવાની આશા છે." આ પહેલા ઈશાએ અબુ ધાબીથી આકાશનો એક ફોટો શેર કર્યો હતો અને હાથ જોડવાની ઈમોજી પણ મૂકી હતી.
સોનલ ચૌહાણ દુબઈમાં ફસાઈ
તો બીજી તરફ અભિનેત્રી સોનલ ચૌહાણ પણ દુબઈમાં ફસાઈ ગઈ છે. દુબઈમાં તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તેણે પોસ્ટ કરીને લખ્યું કે, "માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી, હું દુબઈમાં ફસાઈ ગઈ છું. ફ્લાઈટ્સ કેન્સલ થઈ ગઈ છે. ભારત પરત આવવાનો કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી. હું સરકારનું માર્ગદર્શન અને સહયોગ ઈચ્છું છું જેથી હું સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકું."
આ ભયાનક સ્થિતિ પર અભિનેત્રી ખુશ્બુ સુંદરે પણ 'X' પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે, મિડલ ઈસ્ટની ડરામણી સ્થિતિ જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું છે. એરપોર્ટ બંધ થવા, ઈઝરાયેલ, ઈરાન અને દુબઈમાં ફ્લાઈટ્સ રોકી દેવી અને સાયરનના અવાજોથી નિર્દોષ નાગરિકોની સુરક્ષાને લઈને ભારે ચિંતા થઈ રહી છે. નોંધનિય છે કે, અમેરિકે- ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે મોટી સંખ્યામાં ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે જેના કારણે વિદેશમાં રહેતા ભારતીયોને વતન પરત ફરવામાં સમસ્યા આવી રહી છે.























