લોકડાઉનઃવરુણ ધવને અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ, પાંચ લાખ મજૂરોને મદદ કરવાની કરી જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Apr 2020 02:48 PM (IST)
બોલિવૂડ એક્ટર વરુણ ધવને એકવાર ફરી કોરોના વાયરસથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા મજૂરોની મદદની જાહેરાત કરી હતી.
મુંબઇઃ બોલિવૂડ એક્ટર વરુણ ધવને એકવાર ફરી કોરોના વાયરસથી મુશ્કેલીઓનો સામનો કરી રહેલા મજૂરોની મદદની જાહેરાત કરી હતી. વરુણ ધવને ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીના 32 અલગ અલગ પ્રોફાઇલ સાથે જોડાયેલા લગભગ પાંચ લાખ મજૂરો માટે રૂપિયા દાનમાં આપ્યા છે. નોંધનીય છે કે કોરોના મહામારીના કારણે તેઓ બેરોજગાર થઇ ગયા છે. એક્ટરે પોતાના 31મા જન્મદિવસ પર આ દાન આપ્યું છે. ટ્વિટર પર એક વીડિયો સંદેશ જાહેર કરતા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝના મુખ્ય સલાહકાર અશોક પંડિતે એક્ટરના જન્મદિવસ પર કરેલા દાનની પ્રશંસા કરી હતી. પંડિતે કહ્યુ કે, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ, વરુણ ધવન ફિલ્મ અને ટીવીના દરરોજ કામ કરીને કમાતા મજૂરો મે જે 32 ક્રાફ્ટ સંબંધિત છે. હું તેમને જન્મદિવસની શુભકામના આપું છું. ભગવાન તમને આશીર્વાદ આપે.