Friday Movies Release Live Update: વરુણ ધવન અને કૃતિ સેનનની હોરર-કોમેડી ફિલ્મ 'ભેડિયા' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત, 'ભેડિયા'ની સીધી સ્પર્ધા 'દ્રશ્યમ 2' સાથે છે. અજય દેવગન સ્ટારર 'દ્રશ્યમ 2' એ તેના શરૂઆતના દિવસથી જ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવ્યું છે. 'દ્રશ્યમ 2'ના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.ત્યારે હવે જોવું એ રહ્યું કે દ્રશ્યમ 2ને ભેડિયા ફિલ્મ કેટલી ટક્કર આપશે. જો કે આ બધાની વચ્ચે ફિલ્મ 'ભેડિયા' પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
હોરર સાથે કોમેડીનું મિશ્રણ
આગલા દિવસે ઓવરસીઝ સેન્સર બોર્ડના સભ્ય ઉમૈર સંધુએ ફિલ્મનો પહેલો રિવ્યુ આપ્યો હતો. ઉમૈર સંધુએ ફિલ્મ વિશે લખ્યું છે, ભેડિયા એ રમૂજ અને ભયાનકતાનું અનોખું મિશ્રણ છે. જે તમને ખુબ જ પસંદ આવશે. બોક્સ ઓફિસ પર આ એન્ટરટેઇનર પાસે ચોક્કસપણે પ્રેક્ષકોની ફેન્સીને ગલીપચી કરવાની તક છે. જે તેમને અંત તરફ રોલર કોસ્ટરનો અનુભવ આપે છે. આ જ ફિલ્મના પ્રથમ રિવ્યુ બાદ દર્શકોમાં 'ભેડિયા'નો ક્રેઝ વધી ગયો છે.
વિક્રમ ગોખલેની હાલત ગંભીર
હિન્દી અને મરાઠી ફિલ્મ અભિનેતા વિક્રમ ગોખલેની હાલતમાં કોઈ સુધારો થયો નથી. તેમના ફેમિલી ફ્રેન્ડે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ શેર કરી છે. કૌટુંબિક મિત્ર રાજેશ દામલેએ જણાવ્યું હતું કે, "વિક્રમ ગોખલેની હાલત ખૂબ જ નાજુક છે. ડૉક્ટરો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ ગોખલે સારવાર દરમિયાન કોઈ પ્રતિસાદ આપી રહ્યા નથી. તેઓ છેલ્લા 24 કલાકથી જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. "તેમના મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર છે. ડૉક્ટરે આ અંગે માહિતી આપી છે. તેઓ તેમનાથી બનતી મહેનત કરી રહ્યા છે. તેમ છતાં તેમની તબિયતમાં કોઈ સુધાર જોવા મળી રહ્યો નથી. અમે તમને વધુ મેડિકલ અપડેટ્સ જણાવતા રહીશું. એક તરફ એવી પણ અફવા ઉડવા લાગી હતી કે તેમનું નિધન થઇ ગયું છે પરંતુ ત્યારબાદ વિક્રમ ગોખલેની દીકરીએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે તેઓ જીવિત છે અને તેમની સારવાર ચાલી રહી છે. હા તેમની તબિયતમાં કોઈ સુધાર જોવા મળી રહ્યો નથી.