Veteran Actress Sulochna Died: 40 અને 50 ના દાયકાના પીઢ અભિનેત્રી સુલોચનાનું આજે 4 જૂને નિધન થયું છે. અભિનેત્રી લાંબા સમયથી બીમાર હતી. તાજેતરમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રીને શ્વાસ લેવામાં તકલીફ હતી. શ્વાસ લેવામાં તકલીફ અને ઉંમર સંબંધિત બીમારીઓને કારણે તેમની તબિયત ઘણી વખત ખરાબ રહેતી હતી.


અગાઉ પણ આ રીતે તબિયત ખરાબ થઈ હતી 


થોડા મહિના પહેલા પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી. હવે ફરી એકવાર જ્યારે તેમની અચાનક તબિયત બગડી ત્યારે સુલોચનાને મુંબઈની સુશ્રિષા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.


કાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે


સુલોચનાના પુત્રી કંચન ઘાણેકરે ફોન પર એબીપી ન્યૂઝને આ વિશે માહિતી આપી અને સમાચારની પુષ્ટિ કરી. આવતીકાલે પીઢ અભિનેત્રી સુલોચનાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પ્રભાદેવી સ્થિત તેમના ઘરે રાખવામાં આવશે. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક સ્થિત સ્મશાનભૂમિમાં કરવામાં આવશે.


અભિનેત્રીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા 


સુલોચનાના પુત્રીએ માહિતી આપી હતી કે શનિવારે સુલોચનાની તબિયત બગડી હતી. આ પછી મોડી રાત્રે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ કારણે તેમને સતત ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો. 3 અઠવાડિયા પહેલા પણ તેમની તબિયત આ જ રીતે બગડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેઓ  સાજા થઈ ગયા હતા. જે બાદ તેઓ આરામથી ઘરે આવ્યા હતા. પણ આ વખતે એવું ન થઈ શક્યું.


કરિયરમાં ઘણી પ્રગતિ થઈ


તમને જણાવી દઈએ કે, સુલોચના મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. આ સાથે જ તેમણે હિન્દી સિનેમામાં પણ પોતાની એક અલગ  ઓળખ બનાવી હતી. અભિનેત્રીએ દેવ આનંદથી લઈને રાજેશ ખન્ના સુધીના મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તેઓ હિન્દી સિનેમામાં સ્ટાર્સની માતાનો રોલ કરતા જોવા મળ્યા હતા. સાથે જ તેઓ ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલમાં પણ જોવા મળ્યા હતા. તેઓ 40ના દાયકામાં અભિનયની દુનિયામાં સક્રિય થયા હતા. તેઓએ  માત્ર હિન્દી સિનેમામાં 250 થી વધુ ફિલ્મો કરી હતી.