મુંબઈ: ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકથી લોકપ્રિય થયેલા એક્ટર વિક્કી કૌશલે 16 મેના રોજ પોતાનો 32મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. ત્યારે તેમની કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્ર કેરટરીના કૈફે તેમના જન્મ દિવસ પર ખાસ અંદાજમાં વિશ કર્યું હતું.

કેટરીનાએ ઈસ્ટાગ્રામ સ્ટોરી પર બર્થ ડે વિશની એક વીડિયો ક્લિપ શેર કરી હતી. કેટરીનાએ એક એનિમેટેડ વીડિયો શેર કર્યો હતો જેમાં વિક્કી કૌશલનો ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકવાળું કેરેક્ટર છે, જે ફિલ્મના ફેમસ ડાયલોગ ‘હાઈ સર’ સાથે રોકેટની જેમ ઉપર ઉડે છે. આ ક્લિપ શેર કરીને એક્ટ્રેસે લખ્યું કે, ‘આ જોસ હંમેશા ઉંચો રહે, હેપ્પી બર્થડે .’ જો કે આ બર્થડે વિશમાં કંઈ રોમેન્ટિક નથી પરંતુ તેના લોકોને એકવાર ફરી બન્ને રિલેશન અંગે વિચારવા પર મજબૂર કરી દીધાં છે.


હવે પ્રશંસકો બન્ને વચ્ચે રોમાન્સ અને બોન્ડ જોવા અને સાંભળાનું પસંદ કરી રહ્યાં છે. જો કે બન્નેએ અત્યાર સુધી એકપણ ફિલ્મ સાથે નથી કરી. બન્નેની ઓફસ્ક્રીન કેમિસ્ટ્રી ખૂબજ શાનદાર છે.