Pulkit Samrat Video: અભિનેતા પુલકિત સમ્રાટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જે ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને એક વાર તો તમારી આંખો પણ ફાટી જશે. આ વીડિયોમાં પુલકિત સમ્રાટ ધડામ કરતો પડતો જોવા મળી રહ્યો છે. જેને જોઈને તેના તમામ ફેન્સ પૂછવા લાગ્યા કે શું તમે ઠીક છો. અત્યારે એ જાણી શકાયું નથી કે આ વીડિયો નવો છે કે થ્રોબેક. અભિનેતાએ તેના ભાઈને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો રિલીઝ કર્યો હતો.


જુમ્મે કી રાત હૈ પર પુલકિત સમ્રાટ તેના ભાઈ સાથે કરી રહ્યો હતો ડાન્સ 


પુલકિત સમ્રાટે શેર કરેલા વીડિયોમાં તે સલમાન ખાનના ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તેનો ભાઈ ધ્રુવ સમ્રાટ અને મિત્રો જોવા મળી રહ્યા છે. ત્રણેય મીકા સિંહના ગીત જુમ્મે કી રાત હૈ પર સ્ટેજ પર શર્ટલેસ થઈને ડાન્સ કરી રહ્યા હતા. બધા ડાન્સમાં ખૂબ જ મસગુલ હતા  તે દરમિયાન અચાનક સ્ટેજ તૂટી પડે છે અને અભિનેતા પુલકિત સમ્રાટ ધડામ કરતો જોરથી નીચે પટકાય છે.આ બધુ જ કેમેરામાં કેદ થઈ જાય છે.






ગર્લફ્રેન્ડ થઈ રહી છે પુલકિતની ચિંતા


અભિનેતા પુલકિત સમ્રાટનો વીડિયો જોઈને સમજી શકાય છે કે આ ઘટનામાં પુલકિતને કેટલું વાગ્યું હશે. આ વીડિયો જોઈને તેની ગર્લફ્રેન્ડ કૃતિ ખરબંદા પણ દંગ રહી જાય છે. અને તેણે લખ્યું- આઉચ. ત્યાં તેના મિત્રોએ પૂછવાનું શરૂ કર્યું કે ભાઈ તમે ઠીક છો. પુલકિતના એક પ્રશંસકે લખ્યું- ભાઈ ખૂબ વાગ્યું હશે.


પુલકિતના લગ્ન તૂટી ગયા


એક્ટર્સ પુલકિત સમ્રાટની લવ લાઈફની વાત કરીએ તો તે અભિનેત્રી કૃતિ ખરબંદાને ડેટ કરી રહ્યો છે. પુલકિતે છૂટાછેડા લીધા છે. તેણે વર્ષ 2014માં સલમાન ખાનની રાખી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તે જ વર્ષે બંનેના છૂટાછેડા થઈ ગયા હતા અને હવે બંને અલગ થઈ ગયા છે.