Bollywood Actress Vidya Balan : બોલીવુડની સુપરહિટ અભિનેત્રીઓમાંની એક વિદ્યા બાલન 1 જાન્યુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. 1979માં કેરળમાં જન્મેલી વિદ્યા 44 વર્ષની થઈ છે. આ ખાસ પ્રસંગે અભિનેત્રીનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, તે હંમેશા ગુલઝાર સાથે કામ કરવા માંગતી હતી. વિદ્યા બાલને ખુલાસો કર્યો હતો કે, તે ગુલઝાર સાહેબની સામે પૂછવા ગઈ હતી કે શું તે તેની સાથે એડ ફિલ્મ કરશે? ત્યારબાદ ગુલઝાર ફિલ્મ ડિરેક્શનનું કામ બંધ કરી ચુક્યા હતાં.
વિદ્યાના જણાવ્યા પ્રમાણે તેને કોઈ જ શરમ રાખ્યા વગર જ ગુલઝારને આ સવાલ પુછી લીધો હતો. વર્ષ 2019માં વિદ્યાને એક ઇન્ટરવ્યુમાં તેના બકેટ લિસ્ટ વિશે પૂછવામાં આવ્યું હતું. તેને લઈને વિદ્યાએ આ વાત કહી હતી.
વિદ્યા બાલને તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2005માં સંજય દત્તની ફિલ્મ પરિણીતાથી કરી હતી. આ પછી તે 'લગે રહો મુન્ના ભાઈ', 'ભૂલ ભુલૈયા', 'ધ ડર્ટી પિક્ચર', 'સકુંતલા દેવી' અને 'મિશન મંગલ' જેવી ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી હતી. વિદ્યા તેની શાનદાર કારકિર્દી અને અંતરંગ ફિલ્મો પ્રત્યેના પ્રેમ માટે જાણીતી છે. પરંતુ વિદ્યાની ગુલઝાર સાથે કામ કરવાની અધૂરી ઈચ્છા છે, જે તે આજ સુધી પૂરી કરી શકી નથી.
વિદ્યા બાલનનો ઈન્ટરવ્યુ
વર્ષ 2019માં ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં વિદ્યાએ કહ્યું હતું કે, મારી પાસે બકેટ લિસ્ટ નથી. ભગવાનની કૃપાથી મારી દરેક જરૂરિયાત પૂરી થઈ ગઈ છે. મારા માતા-પિતાએ મને મારા સપનાને અનુસરવાની સ્વતંત્રતા આપી. મારી બહેન એક એડ એજન્સીની વાઇસ પ્રેસિડેન્ટ છે. હું ફિલ્મોમાં આવવા માંગતી હતી અને આવી પણ. મારું જીવન સુખી છે. એક્ટિંગ કરતી વખતે પણ મેં ક્યારેય મોટો સ્ટાર બનવાનું સપનું જોયું ન હતું. મારો મતલબ માત્ર ફિલ્મો કરવાનો હતો. હા, હું હંમેશા ગુલઝાર સાહબ સાથે કામ કરવા માંગતી હતી પરંતુ હવે તે ડાયરેક્ટ નથી કરતા. ઘણી વખત મેં સામે ચાલીને જ ગુલઝાર સાહેબને એકદમ નિર્લજ્જતાથી તેમને મોઢે જ પૂછ્યું છે કે, શું તેઓ મારી સાથે એડ ફિલ્મ કરશે? હું વુડી એલન સાથે પણ કામ કરવા માંગુ છું.
વિદ્યાની ફિલ્મી સફર
ગુલઝાર સાહેબે પોતાના ફિલ્મી કરિયરમાં 'મૌસમ', 'અંગૂર', 'માચીસ', 'હુ તુ તુ' જેવી હિટ ફિલ્મો આપી છે. જ્યારે વિદ્યા બાલન છેલ્લે વર્ષ 2022માં સુરેશ ત્રિવેણીની ફિલ્મ 'જલસા'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે પત્રકારની ભૂમિકા ભજવી રહી હતી. અભિનેત્રી ટૂંક સમયમાં પ્રતિક ગાંધીની ફિલ્મમાં જોવા મળશે.