મુંબઈ: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામની લોકપ્રિય ‘ટેક અ બ્રેક’ સીરિઝમાં નજર આવનાર પ્રથમ ભારતીય કપલ બની ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર આ સીરિઝમાં 40 મિલિયન ફોલોઅર્સ ધરાવતી એક્ટ્રેસ અનુષ્કા અને 70 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર વિરાટએ પોતાના વ્યવસાય, અંગત જીવન વગેરે અંગે એકબીજાને સવાલો કર્યા. આ દરમિયાન તેઓએ આ કપરા સમયની વચ્ચે બધાને સુરક્ષિત રહેવા અને પોતાના માટે આરામની ક્ષણ શોધવા માટે પ્રોત્સાહન પણ કર્યું.

લગભગ 6 મિનિટના આ એપિસોડમાં દર્શકોને એ ખબર પડી જશે કે, વધુ પિત્ઝા કોણ ખાય છે, કોણ સ્પેસ મિશન પર જવા માંગે છે અને બન્નેમાં સારો ફોટોગ્રાફર કોણ છે.


આ કપલ સેલેના ગોમેઝ, માઈલી સાઈરસ અને નાઓમી કેમ્પબેલ જેવા સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગયા છે. જે અત્યાર સુધી ‘ટેક અ બ્રેક’ સીરીઝમાં ભાગ લઈ ચૂક્યા છે.