Continues below advertisement

Dharmendra Favourite Car:બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ધર્મેન્દ્રની અભિનય કારકિર્દી ખૂબ જ શાનદાર રહી, તેમણે ભારતીય સિનેમાને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી. અભિનય સફળતાના શિખર પર પહોંચવાની સાથે, ધર્મેન્દ્ર વૈભવી જીવનશૈલી પણ જીવતા હતા. તેમને લક્ઝરી કારનો પણ શોખ હતો. પરંતુ શું તમે જાણો છો કે બોલીવુડના હી-મેનની પ્રિય કાર કઈ હતી? ચાલો જાણીએ.

ધર્મેન્દ્રની પ્રિય કાર

Continues below advertisement

બોલીવુડ સુપરસ્ટાર ધર્મેન્દ્રએ એક વખત સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકો સમક્ષ પોતાની પ્રિય કારનું નામ જાહેર કર્યું હતું. લગભગ ચાર વર્ષ પહેલાં, ધર્મેન્દ્રએ ઇન્સ્ટાગ્રામ પર એક વડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે ખરીદેલી પહેલી કાર બતાવી હતી. ધર્મેન્દ્રએ ખુલાસો કર્યો હતો કે, તેમની પહેલી કાર ફિયાટ હતી, જે હી-મેન 1960 માં ખરીદી હતી

 

ધર્મેન્દ્રની પહેલી કારની કિંમત કેટલી હતી?

બોલિવૂડ સુપરસ્ટાર ધર્મેન્દ્રએ 11 ઓક્ટોબર, 2021 ના રોજ આ વીડિયો અપલોડ કર્યો હતો. ધર્મેન્દ્રએ કહ્યું, "જુઓ મિત્રો, આ મારી પહેલી કાર છે. મેં તેને ફક્ત 18,૦૦૦ રૂપિયામાં ખરીદી હતી, પરંતુ તે સમયે 18,૦૦૦ રૂપિયા ખૂબ મોટી વાત હતી." ધર્મેન્દ્રએ આ કાર ખૂબ કાળજીથી સાચવી હતી. ધર્મેન્દ્રએ આ કાર ખરીદ્યાને ૬૫ વર્ષ થઈ ગયા છે.

ધર્મેન્દ્રની હિટ ફિલ્મો

સુપરસ્ટાર ધર્મેન્દ્રએ બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી. તેની બ્લોકબસ્ટર ફિલ્મ શોલે ફેવરિટ રહી છે. ધર્મેન્દ્રએ સીતા ઔર ગીતા, તુમ હસીન મેં જવાન, લોફર, રાજા જાની, યાદો કી બારાત, દોસ્ત, અને યમલા પગલા દીવાના જેવી ફિલ્મોથી પણ દિલ જીતી લીધા. સુપરસ્ટારની અંતિમ ફિલ્મ ફિલ્મ "21" આ વર્ષે 25 ડિસેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.