Sonu Sood Revelation: આજના સમયમાં સોનુ સૂદ માત્ર એક એક્ટર તરીકે જ જાણીતો નથી, પરંતુ જે રીતે તે કોરોનાના સમયમાં જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવ્યો, તેને કારણે લોકો તેને મસીહા અને ભગવાનનો દરજ્જો આપવા લાગ્યા છે. દેશભરના લોકો સોનુ સૂદનું ખૂબ સન્માન કરે છે. તાજેતરમાં જ અભિનેતા 'આપ કી અદાલત' શોમાં જોવા મળ્યો હતો, જ્યાં રજત શર્માએ તેને પૂછ્યું હતું કે લોકડાઉન દરમિયાન આટલા મજૂરો અને વિદ્યાર્થીઓને ઘરે મોકલવા માટે તેની પાસે પૈસા ક્યાંથી આવ્યા?
સોનુ સૂદે ખુલાસો કર્યો
સોનુ સૂદે આ સવાલના જવાબમાં કહ્યું, જ્યારે મે આ શરૂ કર્યું ત્યારે મને ખબર હતી કે હું લાંબો સમય ટકી શકીશ નહી કારણ કે લોકોની માંગો એવી આવી રહી હતી તેથી મે વિચાર્યું કે આ બાબતે શું કરવું જોઈએ. જેને પગલે મને વિચાર આવ્યો અને હું જેટલી પણ બ્રાન્ડમાં કામ કરું છું તેઓને કહ્યું કે હું મફતમાં કામ કરીશ તમે ડોનેશન લઈ આવો. મે હોસ્પિટલને, ડોક્ટર્સને, કોલેજને, ટીચર્સને, દવાની કંપનીઓને આ કામ માટે લગાવ્યા. તેઓ બધા જોડાતા ગયા અને કામ થતું ગયું.
સોનુ સૂદ જરૂરિયાતમંદો માટે પૈસા ક્યાંથી લાવે છે ?
તેણે વધુમાં કહ્યું, 'કેટલીક મોટી એનજીઓએ મને બોલાવ્યો, કહ્યું કે સોનુ દેશમાં 130 કરોડની વસ્તી છે, તમે ટકી શકશો નહીં, મેં કહ્યું, જે લોકો મારા ઘરે આવે છે તેમને હું ના પાડી શકું. આજે જમ્મુથી કન્યાકુમારી સુધી, કોઈપણ નાના જિલ્લા અથવા નાના રાજ્યમાં, કોઈપણ, ગમે ત્યાં, તમે બોલો હું ગમે તેને ભણાવી શકું છું. હું કોઈની પણ સારવાર કરાવી શકું છું. હું કોઈને નોકરી અપાવી શકું છું. તમે એક ફોન કરશો હું કરાવી દઇશ
સોશિયલ મીડિયા એકાઉન્ટને સોનું સૂદ જાતે હેન્ડલ કરે છે
તમને જણાવી દઈએ કે, સોનૂ સૂદ એક અભિનેતા મસીહા તરીકે સોશિયલ મીડિયાથી લઈને કોરોના સમયગાળા દરમિયાન તેમના ઘરે આવેલા જરૂરિયાતમંદો સુધી દરેકની મદદ માટે આગળ આવ્યો હતો. આજે પણ કલાકારો સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરના લોકો સાથે જોડાયેલા રહે છે. શો 'આપ કી અદાલત'માં સોનુ સૂદે એ પણ કહ્યું કે તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને હેન્ડલ કરવા માટે કોઈ ટીમ નથી રાખી, બલ્કે તે પોતે જ તમામ ટ્વીટનો જવાબ આપે છે.
સોનું સૂદનું વર્કફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનુ સૂદ છેલ્લે સમ્રાટ પૃથ્વીરાજમાં જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મ કંઈ ખાસ બતાવી શકી નથી. તે જ સમયે, અભિનેતા ટૂંક સમયમાં 'ફતેહ' ફિલ્મમાં જોવા મળશે.