Shefali Jarivala:  'કાંટા લગા' ગીતથી રાતોરાત સ્ટાર બની ગયેલી અભિનેત્રી શેફાલી જરીવાલા હવે આ દુનિયામાં નથી. 27 જૂન 2025 ના રોજ 42 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું, જેનાથી ફિલ્મ ઉદ્યોગના ચાહકો અને લોકોને આઘાત લાગ્યો. શેફાલી જરીવાલાના અચાનક નિધનથી ટીવી અને ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ, અને અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમના મૃત્યુ પછી, તેમના કામ વિશે જ નહીં પરંતુ તેમના અંગત સંબંધો અને સંપત્તિ વિશે પણ ઘણી ચર્ચા થઈ રહી છે. પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે તેમની મિલકત કોને મળશે?

શેફાલીએ કેટલી કમાણી કરી?

શેફાલીએ વદારે ફિલ્મો કરી ન હતી, પરંતુ તે ટીવી શો, રિયાલિટી શો અને ઇવેન્ટ્સમાં સતત દેખાતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 8.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે એક ઇવેન્ટમાં પરફોર્મ કરવા માટે 10 થી 25 લાખ રૂપિયા લેતી હતી અને તેમનું પરફોર્મન્સ માત્ર થોડી મિનિટો જ ચાલતું હતું.

આ ઉપરાંત, તે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ ઘણી કમાણી કરતી હતી. લાખો ફોલોઅર્સ હોવાને કારણે, તેમને બ્રાન્ડ પ્રમોશન ઑફર્સ મળતી હતી, જેના કારણે તેમની માસિક આવક લાખોમાં અને વાર્ષિક આવક કરોડોમાં હતી.

હવે આ સંપત્તિ કોને મળશે?

શેફાલીએ બે વાર લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન 2004 માં સંગીત દિગ્દર્શક હરમીત સિંહ (મીટ બ્રધર્સ) સાથે થયા હતા, પરંતુ 2009 માં 5 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. આ પછી, 2014 માં, તેણીએ ટીવી અભિનેતા પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા. શેફાલીને કોઈ સંતાન નહોતું અને છૂટાછેડા પછી, હરમીત સાથે કોઈ સંબંધ નહોતો. આવી સ્થિતિમાં, હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તેની કરોડોની મિલકત કોણ મેળવશે. સંભવ છે કે તેનો પતિ પરાગ ત્યાગી આ સંપત્તિનો કાનૂની વારસદાર હશે.

કાયદો શું કહે છે?

ભારતીય કાયદા મુજબ, જો કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય છે, તો તેની મિલકત પહેલા તેના પતિ, બાળકો અને માતાપિતા વચ્ચે વહેંચવામાં આવે છે. જો કોઈ બાળકો અને માતાપિતા ન હોય, તો પતિને સંપૂર્ણ અધિકાર મળે છે. જો સ્ત્રીને તેના માતાપિતા પાસેથી મિલકત વારસામાં મળી હોય, તો મિલકત માતાપિતાના પરિવારને જશે.