મુંબઇઃ આતંકી હુમલા પર વધુ એક મોટી ફિલ્મ બનાવા જઇ રહી છે. ગુજરાતમાં વર્ષો પહેલા અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલા પર ફિલ્મ બનવા જઇ રહી છે. વર્ષો પહેલા અક્ષરધામ મંદિર પર એક મોટા આતંકી હુમલાની ઘટના ઘટી હતી તેના પર ફિલ્મ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સીરીઝ 'સ્ટેટ ઓફિસીઝ : 26/11' ના નિર્માતાઓએ ગુરુવારે ફિલ્મ 'સ્ટેટ ઓફ સીઝ : અક્ષરધામ' બનાવવાની જાહેરાત કરી છે.

ગાંધીનગર શહેરમાં આવેલા અક્ષરધામ મંદિર પર 18 વર્ષ પહેલા 24 સપ્ટેમ્બર, 2002માં આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં 30થી વધુ લોકોના મોત થયા હતા, અને 80થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કેટલાય હુમલા અને આવી ઘટનાઓ પર પણ ફિલ્મો બની ચૂકી છે. દર્શકોને હવે આ ફિલ્મનો પણ ઇન્તજાર છે, જોકે, ફિલ્મ રિલીઝ અને સ્ટાર કાસ્ટને લઇને માહિતી સામે આવી નથી.


કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ