શું આ નાતાલ બોલીવુડ માટે નસીબદાર રહેશે?, અગાઉ આ ફિલ્મોએ નાતાલના તહેવાર પર મચાવી હતી ધૂમ
Christmas 2022: જયારે પણ કોઈ ફિલ્મ કોઈ ખાસ દિવસે રિલીઝ થાય છે ત્યારે દર્શકોમાં તેને જોવાનો ક્રેઝ વધી જાય છે. આજે અમે તમારા માટે ક્રિસમસ પર રીલીઝ થયેલી તે ફિલ્મોની યાદી લાવ્યા છીએ જેણે જંગી કમાણી કરી હતી.
1. Ghajini
આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'ગજની' બધાને જ યાદ હશે. આ ફિલ્મે ઘણા દિવસો સુધી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મ વર્ષ 2008માં ક્રિસમસના તહેવાર પર રિલીઝ થઈ હતી. તેણે લગભગ 232 કરોડનો બિઝનેસ કરી તે વર્ષની સુપરહિટ ફિલ્મ સાબિત થઇ હતી.
2.PK
આમિર ખાનની જ બીજી ફિલ્મ 'પીકે' પણ ક્રિસમસના તહેવાર પર, PK 19 ડિસેમ્બર 2014ના રોજ રીલિઝ થઈ હતી. જે અભિનેતાના ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 854 કરોડની કમાણી કરી હતી. સાથે જ તેના સંગીતને પણ લોકોએ ખુબ પસંદ કર્યું હતું.
3.Bajirao Mastani
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની સુપરહિટ ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' પણ વર્ષ 2015માં ક્રિસમસ નજીક રિલીઝ થઈ હતી. જેમાં અભિનેતાના કામના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મે 356.2 કરોડની કમાણી કરી હતી.
4.Simba
રણવીર સિંહની ફિલ્મ 'સિમ્બા' પણ આ લિસ્ટમાં સામેલ છે. જે વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પહેલીવાર રણવીર સિંહ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 400 કરોડ રૂપિયાથી વધુ હતું.
5.3 Idiots
આ લિસ્ટમાં આમિર ખાનની આ ત્રીજી ફિલ્મ છે. ફિલ્મ '3 ઈડિયટ્સ' પણ 25 ડિસેમ્બર 2009ના રોજ રિલીઝ થઈ હતી. જેને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મે રેકોર્ડ બ્રેક 4.60 અબજની કમાણી કરી હતી.
6.Dabangg 2
સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની સુપરહિટ ફિલ્મ 'દબંગ 2' પણ વર્ષ 2012માં ક્રિસમસ પર રીલિઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 2.65 અબજની કમાણી કરી હતી.
7.83
રણવીર સિંહની ફિલ્મ '83' પણ ક્રિસમસ પર રિલીઝ થઇ હતી. જેણે 193.73 કરોડની કમાણી કરી હતી.