મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં રોજ નવા નવા વળાંક આવી રહ્યાં છે. આ કેસ વધુ ગૂંચણવભર્યો બની ગયો છે. મુંબઇથી બિહાર પોલીસની પાસે પહોંચેલો સુશાંત મૃત્યુ કેસ હવે બૉમ્બે હાઇકોર્ટ પહોંચી ગયો છે. બૉમ્બે હાઇકોર્ટમાં આ મામલે નિષ્પક્ષ તપાસની માંગને લઇને એક લેખિત અરજી દાખલ કરવામાં આવી છે.

એબીપી ન્યૂઝને મળેલી જાણકારી અનુસાર બૉમ્બે હાઇકોર્ટને મોકલવામાં આવેલા પત્રમાં મુંબઇ પોલીસ પર કેટલાય સંગીન આરોપો લગાવવામાં આવ્યા છે.

દિલ્હીના વકીલ સાર્થક નાયકે ચીફ જસ્ટિસને એક લેખિતમાં પીટીશન મોકલી છે, જેમાં તેમને આરોપ લગાવ્યો છે કે મુંબઇ પોલીસ આ મામલાની યોગ્ય રીતે તપાસ નથી કરી રહી. તેમની અરજીમાં તેમને બતાવ્યુ છે કે મુંબઇ પોલીસની તપાસમાં કેટલીય કમીઓ રહી છે. તપાસમાં મોતને આત્મહત્યામાં ખપાવવાની વાત થઇ રહી છે.



પોલીસ માત્ર મોટા મોટા લોકોને બોલાવીને એવુ બતાવવાની કોશિશ કરી રહ્યાં છે કે કેસની તપાસ ચાલી રહી છે. તેમને કહ્યું કે, એક મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે છતાં હજુ એકપણ એફઆઇઆર નોંધાઇ નથી. અરજીકર્તાએ એ અપીલ કરી છે કે બૉમ્બે હાઇકોર્ટ મામલાનુ ધ્યાન રાખે, અને સીબીઆઇ કે કોઇ અન્ય નિષ્પક્ષ તપાસ એજન્સીને કેસ સોંપે, કે પછી કોર્ટ પોતાની નજર હેઠળ એક એસઆઇટીનુ ગઠન કરીને તપાસ કરાવે.

ખાસ વાત છે કે, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ તપાસ ચલાવી રહી છે, તે જ સમયે સુશાંતના પિતા કેકે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી સામે એફઆઇઆર નોંધાવી દીધી છે. હવે આ કેસ મહારાષ્ટ્ર અને બિહાર બે રાજ્યોમાં ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે હવે એસઆઇટીની માંગ ઉઠી છે.