First Day Collection: જાણો 'એ દિલ...' અને શિવાયમાંથી કઈ ફિલ્મ રહી આગળ
શુક્રવારે રિલીઝ થયેલ 'એ દિલ હૈ મુશ્કિલ' અને શિવાયમાં એડવાન્સ બુકિંગમાં ચાલી રહેલી લડાઈમાં એ દિલ હૈ મુશ્કિલ આગળ થઈ ગઈ છે અને આ જ સ્થિતિ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ કલેક્શનનું પણ રહ્યું છે.
અહેવાલ અનુસાર, કરણ જૌહરની એ દિલ હૈ મુશ્કિલે પ્રથમ દિવસે 13.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે અજય દેવગનની શિવાય માત્ર 8.25 કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે. એ દિલ હૈ મુશ્કિલએ રણબીર કપૂરની છેલ્લી રિલીઝ થયેલ ફિલ્મ તમાશાની પ્રથમ દિવસની કમાણીનો રેકોર્ડ તોડ્યો છે. તમાશાએ પ્રથમ દિવસે 10.87 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે શિવાયે અજય દેવગનની દૃશ્યમની પ્રથમ દિવસની કમાણીનો રેકોર્ડ તોડ્યો છે. દૃશ્યમે પ્રથમ દિવસે 8.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
જણાવીએ કે એ દિલ હૈ મુશ્કિલને વધારે મલ્ટીપ્લેક્સ સ્ક્રીન્સ મળી છે અને શિવાયને સિંગલ સ્ક્રીન્સ વધારે મળી છે. એ દિલ હૈ મુશ્કિલ ફવાદ ખાનને કારણે છેલ્લા થોડાક સમયથી વિવાદોમાં રહી. જણાવીએ કે ફિલ્મમાં ફવાદ ડીજે બન્યો છે અને તેનો માત્ર 12 મિનિટનો રોલ છે.