મુંબઇઃસાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF ચેપ્ટર 2'ના હિન્દી વર્ઝને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. માત્ર ત્રણ દિવસમાં આ ફિલ્મ 150 કરોડના કલેક્શનની નજીક પહોંચી ગઈ છે. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ પહેલા વીકએન્ડની કમાણી મામલે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે.






ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે KGF ચેપ્ટર 2 ના ત્રીજા દિવસની કમાણીનો આંકડો જાહેર કર્યો છે. KGF 2 એ પહેલા જ દિવસે રેકોર્ડ બ્રેકિંગ બિઝનેસ કરીને તમામને ચોંકાવી દીધા હતા. ફિલ્મે ત્રીજા દિવસે 42.90 કરોડની કમાણી કરી લીધી છે. ગુરુવારે તેણે ઓપનિંગ ડે પર રૂ. 53.95 કરોડનો બિઝનેસ કર્યો હતો, જ્યારે શુક્રવારે કમાણીમાં થોડો ઘટાડો થયો હતો અને તે 46.79 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી.


પ્રથમ ત્રણ દિવસમાં KGF 2 એ 143.64 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. એવું માનવામાં આવે છે કે તે આ સપ્તાહના અંતમાં રેકોર્ડ બિઝનેસ કરશે. એવી પણ અપેક્ષા છે કે ફિલ્મ આજે એટલે કે રવિવારે પહેલા દિવસ કરતાં વધુ બિઝનેસ કરી શકે છે.


KGF 2 એ ત્રીજા દિવસે કમાણી  મામલે આમિર ખાનની ‘દંગલ’ને પાછળ છોડી દીધી છે. ત્રીજા દિવસે ‘દંગલ’ની કમાણીમાં વધારો થયો હતો. જોકે પ્રભાસની બાહુબલી 2 ત્રીજા દિવસે પણ કમાણીના મામલામાં આગળ છે. બાહુબલી 2 એ 46.5 કરોડનો બિઝનેસ કર્યો હતો.