ટોચના અભિનેતાએ પૂછ્યુઃ છોકરીઓ સામેથી સેક્સ માણવાની ઓફર કરે છે તો શું કરું? કરણ જોહરે શું આપી સલાહ?
આ અભિનેતા છે આયુષ્યમાન ખુરાના અને તેને લગ્નેતર સેક્સ સંબંધોથી દૂર રહેવાની સલાહ ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે આપી છે. એક રેડિયો પરના શો દરમિયાન અભિનેતા ગાયક આયુષમાન ખુરાનાએ કરણ જોહરની સલાહ માગતાં તેણે એવી સલાહ આપી હતી કે સુખી રહેવું હોય તો લગ્નેતર સંબંધોથી દૂર રહેજે.
કરણે સલાહ આપી કે, તેનો ઉપાય સાવ સહેલો છે. તારે આવી યુવતીઓને ફક્ત એટલું કહેવું કે, સૉરી હું પરણેલો છું...આ એક બહુ જૂની ટ્રીક છે જે અજમાવવાથી ઘણાને લાભ થયો છે, બાકી સુખી રહેવું હોય તો લગ્નેતર સંબંધોથી દૂર રહેજે. નહીંતર હેરાન થઇ જઈશ.
આયુષ્યમાને કરણને પૂછ્યું હતું કે, કેટલીક છોકરીઓ સામેથી મારી સાથે સંબંધ રાખવાના સંકેત કરતી હોય છે. મારી સાથે શારીરિક સંબંધો બાંધવા પણ તૈયાર હોય છે. એ લોકોને મારે શો જવાબ આપવો જોઇએ ? કરણે કહ્યું કે મનોરંજનની દુનિયામાં આવા અનુભવો તારા જેવા ઘણાને થતા રહ્યા છે.
મુંબઇઃ હિન્દી ફિલ્મોમાં લગ્નેતર સેક્સ સંબંધો સામાન્ય છે. મોટા ભાગના ફિલ્મ અભિનેતાઓ આવા સંબધો ધરાવે છે ત્યારે એક ટોચના ફિલ્મ સર્જકે એક જાણીતા અભિનેતાને લગ્નેતર સેક્સ સંબંધોથી દૂર રહેવા સલાહ આપી છે. તેણે સલાહ આપી છે કે, સુખી રહેવું હોય તો આવા સંબંધોથી દૂર રહેજે.