Arayan Khan case: બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે છત્તીસગઢના કેસને ટાંકતા કટાક્ષ કર્યો છે. તેમણે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ આપીને આ ઘટના પર ટિપ્પણી કરી છે, જે ડ્રગ્સના કેસમાં જેલમાં છે.
છત્તીસગઢના પથલગાંવમાં શુક્રવારે દુર્ગા વિસર્જન માટે જઈ રહેલા ભક્તોની ભીજમાં પૂરપાટ ઝડપે આવતી કાર ઘૂસી જતાં. ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 20 ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ગાંજાનો મોટો જથ્થો કારમાં ભરાયો હતો. અહીં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને કહ્યું છે કે બંને ગાંજાના દાણચોર છે. બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ મામલે ટીપ્પણી કરી છે. તેમણે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ આપીને આ ઘટના પર ટિપ્પણી કરી છે, જે ડ્રગ્સના કેસમાં જેલમાં છે...
સ્વરા ભાસ્કરે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટમાં છત્તીસગઢના સમાચારોને રીટ્વીટ કરતાં લખ્યું કે, ‘આર્યન ખાન વાસ્તવિક સમસ્યા છે. ટ્વિટર યુઝર્સ પણ સ્વરા ભાસ્કરની આ ટીપ્પણી પર પોતાના અભિપ્રાય આપી રહ્યા છે. શીબા સમર નામના યુઝરે સ્વરા ભાસ્કરને જવાબ આપ્યો, 'આ દેશમાં જ્યાં દરેક સાધુ અફીણ, ચરસ, ગાંજાનું સેવન કરે છે, તેમની ક્યારેય ધરપકડ કરવામાં આવતી નથી અને તેઓ જેલમાં બંધ પણ નથી. તેના બદલે, તેમને વધુ આદર આપવામાં આવે છે. એનસીબી તેમનો હિસાબ રાખતું નથી. તો પછી આર્યન ખાન પર કેમ? '
યશ યાદવ નામના યુઝરે લખ્યું કે, ભૂખમરો, ગરીબી અને દરેક મુદ્દે થતી રાજનિતી આ અસલી સમસ્યા છે. બસ એ આપણા વિચાર પર નિર્ભર કરે છે.
વૈભવ અવસ્થી નામના યુઝરે સ્વરા ભાસ્કરને પૂછ્યું, 'તમે આર્યનના ગુનાહિત કૃત્યોનો બચાવ કેમ કરી રહ્યા છો કારણ કે તે લઘુમતી સમુદાયમાંથી છે અને સેલિબ્રિટીનો પુત્ર છે?
, બોલિવૂડ ફિલ્મ નિર્માતા વિનોદ કાપડીએ પણ છત્તીસગઢની ઘટના પર ટ્વિટ કર્યું છે. ગાડીમાં ભરેલા ગાંજાની તસવીર શેર કરતાં તેમણે ટ્વીટ કર્યું, "ભક્તોને કચડી નાખનાર કારમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો."
તો રિટાયર્ડ આઇએસ અધિકારી સૂર્ય પ્રતાપે કહ્યું કે, નિર્દોષને રોંધી દેવા તે આ નશેડી પૈસાદારનો શોખ બની ગયો છે આ લોકોને એવી સજા મળવી જોઇએ કે, એક ઉદાહરણ બને”