બેંગલોર: હૈદરાબાદના ઉપ્પ્લ સ્ટેડિયમમાં રમાયેલી સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ મેચ દરમિયાન દારૂ પીને તેલુગૂ ટીવી અભિનેત્રી પ્રશાંતિએ ભારો હોબાળો મચાવ્યો હતો. આ મામલે છ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદકર્તાઓનો આરોપ છે કે, તેઓ ઉપ્પલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ જોવા ગયા હતાં. તે દરમિયાન નશામાં ચૂર તેલુગૂ ટીવી અભિનેત્રી પ્રશાંતિ સહિત 6 લોકોએ ભારે હોબાળો મચાવી દીધો હતો.
અભિનેત્રી પ્રશાંત સહિત 6 લોકો ભારે હોબાળો મચાવી રહ્યાં હતાં. સ્ટેડિયમમાં મને મેચ જોતાં પણ અટકાવવામાં આવ્યો હતો. ફરિયાદકર્તાઓએ એવા આરોપ પણ લગાવ્યો છે કે, પ્રશાંતિ અને તેની સાથે આવેલા લોકોએ દુર્વ્યવહાર પણ કર્યો હતો અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી.
ટીવી એક્ટ્રેસ પ્રશાંતિ તેલુગુ સીરિયલ અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ મામલે કેસ નોંધાયા બાદ હજી સુધી અભિનેત્રી તરફથી કોઈ જ સ્પષ્ટિકરણ સામે આવ્યું નથી.
યુવાન સ્ટેડિયમમાં IPL મેચ જોઈ રહ્યો ને પાછળથી કઈ અભિનેત્રી એની ઉપર પડી પછી શું થયું, જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
22 Apr 2019 03:05 PM (IST)
હૈદરાબાદના ઉપ્પ્લ સ્ટેડિયમમાં રમાયેલી સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ મેચ દરમિયાન દારૂ પીને તેલુગૂ ટીવી અભિનેત્રી પ્રશાંતિએ ભારો હોબાળો મચાવ્યો હતો. આ મામલે છ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -