Chennai Chess Bridge Video: ચેન્નાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને એક ક્ષણ માટે તમારું માથું ચક્કરાઈ જશે. તમે મૂંઝવણમાં રહેશો કે તે ચેસ છે કે બ્રિજ. પરંતુ જો તમને ચેસ રમવાનું ગમતું હોય તો તમને આ વીડિયો ચોક્કસ ગમશે.


IAS એ વીડિયો શેર કર્યો છે
IAS ઓફિસર સુપ્રિયા સાહુએ પોતાના ટ્વિટર હેન્ડલથી આ વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે તમારી આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં. જાણે બ્રીજ પર શતરંજનું મેદાન બની ગયું હોય. આ વીડિયો ચેન્નાઈના એક પુલનો છે. આ પુલને ચેસના બ્લેક અને વ્હાઈટ બોક્સની થીમ પર ડિઝાઈન કરવામાં આવ્યો છે. 


ચેન્નાઈનો આઇકોનિક નેપિયર બ્રિજઃ
ચેસ બ્રિજનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ચેન્નાઈને ભારતમાં ચેસની રાજધાની કહેવામાં આવે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- 'ભારતની ચેસ કેપિટલ ચેન્નાઈ ભવ્ય ચેસ ઓલિમ્પિયાડ 2022ની યજમાની કરવા માટે તૈયાર છે. આઇકોનિક નેપિયર બ્રિજને ચેસ બોર્ડની જેમ સજાવવામાં આવ્યો છે.




વાયરલ થયો ચેસ બ્રીજનો વીડિયોઃ
આ વીડિયો IAS ઓફિસરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે. માત્ર 21 સેકન્ડનો આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે. 16 જુલાઈના રોજ પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધીમાં 8 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. 17 હજારથી વધુ ટ્વિટર યુઝર્સે પણ આ વીડિયોને લાઈક કર્યો છે.