ACP પ્રદ્યુમનનું હાર્ટ એટેકથી મોત?, જાણો વાયરલ ન્યૂઝની હકીકત
કેટલાક સમય અગાઉ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી હતી કે પ્રદ્યુમન એટલે કે શિવાજી સાટમને શોમાં હાર્ટ એટેક આવશે અને તે શોમાંથી નીકળી જશે. શિવાજી સાટમ નીકળી જતા શોના મેકર્સે આ શો બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
26 ડિસેમ્બરના રોજ ટેલિકાસ્ટ થનારા એપિસોડમાં પ્રદ્યુમનનું અવસાન થશે. આ શો આવતા વર્ષે જાન્યુઆરીમાં ઓફ-એર થશે. ક્યાંક એવી પણ ચર્ચા છે કે આ શોના કલાકારોએ ફીમાં વધારો કરવાની માંગણી કરી હોવાને કારણે શો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈઃસોશિયલ મીડિયામાં તાજેતરમાં જ એવી અફવા ઉડી હતી કે 'સીઆઈડી'ના એસીપી પ્રદ્યુમનનું હાર્ટ એટેકેને કારણે સીઆઇડીમાં મોત થઇ જશે અને થોડા સમયમાં શો બંધ થઇ જશે. જોકે, શો સાથે જોડાયેલા કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે, આ શો બંધ થવાનો નથી. આટલું જ નહીં આ શોમાંથી શિવાજી સાટમ ઉર્ફ એસીપી પ્રદ્યુમન નીકળવાના પણ નથી. શિવાજી સાટમે તાજેતરમાં જ મોડી રાત સુધી આ શોના આગામી એપિસોડનું શૂટિંગ કર્યું હતું.