Mani Ratnam's PS-1 To Release In Imax: ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) જલદી જ મણીરત્નમ (Mani Ratnam) ની ફિલ્મ 'પીએસ-1' (PS-1) થી કમબેક કરવા જઇ રહી છે. આ ફિલ્મનો ફેન્સ પણ ખુબ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે.
ખાસ વાત એ છે કે, આ ફિલ્મનો અનુભવ દર્શક આઇમેક્સ (IMAX) પર પણ કરી શકશે. 'પીએસ-1' પહેલી તામિલ ફિલ્મ હશે જે આઇમેક્સમાં રિલીઝ થવા જઇ રહી છે. 'પીએસ-1' એક એપિક ડ્રામા ફિલ્મ છે, જે કલ્કિ કૃષ્ણામૂર્તિની 1955 માં આવેલી નૉવેલ પોન્નિયિન સેલ્વન પર આધારિત છે.
આઇમેક્સ પર રિલીઝ થશે મણીરત્નમની 'પીએસ-1':
આઇમેક્સ એક એવી સિસ્ટમ છે, જેમાં હાઇ રિઝૉલ્યૂશન કેમેરા, પ્રૉજેક્ટર્સ હોય છે, આની સ્ક્રીન ખુબ ભવ્ય દેખાય છે. 'પીએસ-1' 30 સપ્ટેમ્બર, 2022 એ તામિલ, હિન્દી, તેલુગુ, મલાયાલમ, અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનુ નિર્દેશન મણીરત્નમ કરી રહ્યાં છે. વળી ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત વિક્રમ, જયમ રવિ, કાર્થી અને ત્રિશા જેવા કાલાકારો મુખ્ય ભૂમિકામાં દેખાશે.
આ પણ વાંચો.......
Amreli : વાડી વિસ્તારમાં 2 ખેતમજૂરે વિજશોક મૂકી સિંહને મોતને ઘાટ ઉતાર્યો
Gujarat Rain : તાપીના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ, ડીસામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો
Amul-Mother Dairy Milk Costly: અમૂલ અને મધર ડેરીનું દૂધ આજથી 2 રૂપિયા મોંઘું, જાણો નવા ભાવ
AAP Party Campaign: હવે અરવિંદ કેજરીવાલની નજર PMની ખુરશી પર, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ કેમ્પેઈન