કપિલ શર્માએ બિગ બીને પૂછ્યો શું સવાલ કે બચ્ચન હસી પડ્યા ? બચ્ચનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
કપિલ શર્મા 12 ડિસેમ્બરે ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરશે અને 14 ડિસેમ્બરે રિસેપ્સનનું આયોજન કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ કોમેડિ કિંગ કપિલ શર્મા ડિસેમ્બરમાં પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પરંતુ લગ્ન પહેલા તે એક સવાલનો જવાબ શોધી રહ્યો છે કે, તે પોતાની થનારી પત્નીને કેવી રીતે ખુશ રાખે ? આ સવાલના જવાબ માટે કપિલ શર્મા અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામા આવતા લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિમાં આવ્યો હતો.. અહીં તેણે અમિતાભ બચ્ચનને પૂછ્યું કે સર તમે જણાવો, ‘હું લગ્ન કરવા જઈ રહ્યો છું પરંતુ પત્નીને ખુશ કેવી રીતે રાખુ?’
હાલમાં જ સોની ટીવીએ સોશિયલ મીડિયા પર KBCમાં આવેલા કપિલ શર્મા સાથે શૂટ કરવામાં આવેલ એક એપિસોડનો પ્રોમો જાહેર કર્યો છે. તેમાં બિગ બીએ કપિલને પૂછ્યું કે, ‘સાંભળ્યું છે કે તમે લગ્ન કરવા જઈ રહ્યા છો?’. તેના પર કપિલે કહ્યું કે, ‘તમારી થોડી સલાહ જોઈએ છે. પત્નીને ખુશ રાખવી હોય તો કોઈ ગુરુમંત્ર જણાવો.’
આ સવાલ સાંભળીને અમિતાભ પૂરા જોશમાં આવી જાય છે અને કહે છે, પત્ની કંઈપણ બોલે, તે પહેલાં જ સોરી બોલી દો. તમારા તમામ દુઃખ દર્દ દૂર થઈ જશે. આ સાંભળીને કોમેડિ કિંગ કપિલ બિગ બીને ચીડવવાની તક નથી છોડતો. તે કહે છે, ‘જેમ કે મર્દ કો કભી દર્દ નહીં હોતા. શહંશાહ, રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ. પરંતુ જ્યારે બાપની આવી સ્થિતિ છે તો અમારા જેવા બાળકોનું તો એવું જ થશે.’ આ સાંભળીને ફરી એક વખત હાજર બધા લોકો હસવા લાગે છે.
કપિલ શર્મા અને અમિતાભની જબરદસ્ત ટ્યૂનિંગની સાથે આ એપિસોડ ગ્રાન્ડ ફિનાલે પર આવવાનો છે. કૌન બનેગા કરોડપતિની આ સીઝન પૂરી થઈ ગઈ છે. આવતા શુક્રવારે આ શોનો અંતિમ એપિસોડ ટેલીકાસ્ટ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -