Taapsee Pannu In Legal Trouble: બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુ સામે મધ્યપ્રદેશના ઇન્દોરના છત્રીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તાપસી પન્નુ પર હિંદ રક્ષક સંગઠને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો અને અશ્લીલતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. આ સંગઠને આરોપ લગાવ્યો છે કે તાપસી પન્નુએ એક ફેશન શોમાં અંગ પ્રદર્શનના ડ્રેસની સાથે દેવી લક્ષ્મીની છબી સાથે નેકલેસ પહેરીને હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ભાજપના ધારાસભ્ય માલિની ગૌરના પુત્ર અને હિંદ રક્ષક સંગઠનના સંયોજક એકલવ્યસિંહ ગૌરે આ ફરિયાદ નોંધાવી હતી.






એકલવ્ય ગૌરે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે અભિનેત્રીએ 14 માર્ચ, 2023 ના રોજ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. ફરિયાદ મુજબ આ વીડિયો એક ફેશન શોનો છેજ્યાં તેણે કથિત રીતે અશ્લીલ ડ્રેસ અને ગળામાં દેવી લક્ષ્મીનું લોકેટ પહેર્યું હતું. ગૌરે વધુમાં આરોપ લગાવ્યો હતો કે સનાતન ધર્મને બદનામ કરવાનો આ એક આયોજિત પ્રયાસ છે.






છત્રીપુરા પોલીસ સ્ટેશનના એસએચઓ કપિલ શર્માએ સોમવારે જણાવ્યું હતું કે, એકલવ્ય ગૌડ દ્વારા એક ફરિયાદ મળી છે. જેમાં લખવામાં આવ્યું હતું કે એક્ટ્રેસ તાપસી પન્નુએ થોડા દિવસો પહેલા મુંબઈમાં એક ફેશન શો દરમિયાન અંગ પ્રદર્શન ડ્રેસ સાથે નેકલેસ પહેર્યો હતોજેમાં દેવી લક્ષ્મીની છબી દર્શાવવામાં આવી હતી." ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે અભિનેત્રીના આ કૃત્યથી હિન્દુઓની ધાર્મિક ભાવનાઓ અને સનાતન ધર્મની છબીને ઠેસ પહોંચી છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.


"અમે તાપસી પન્નુ સામેની ફરિયાદની તપાસ કરી રહ્યા છીએ. હજી સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કેઆ મામલાની તપાસ કરવામાં આવી રહી છેતપાસ બાદ આ મામલે યોગ્ય પગલાં લેવામાં આવશે.