રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના વધતા જતાં કેસના કારણે સરકારી હોસ્પિટલમાં ફરી કોરોનાના વોર્ડ શરૂ કરી દેવાયા છે. જાણીએ રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ


રાજ્યમાં કોરોનાના વધતા જતાં કેસના કારણે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કોરોના વોર્ડની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સંક્રમણ વધતા બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ અને  SVP  હોસ્પિટલના બંધ કરેલા કોરોના વોર્ડને ફરી શરૂ કરવામાં આવ્યાં છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના વોર્ડમાં દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હાલ અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં 300 જેટલા સંક્રમિત સારવાર હેઠળ છે.


રાજ્યના ત્રણ જિલ્લાના 100થી વધુ કેસ


રાજ્યના ત્રણ જિલ્લામાં સ્થિતિ ચિંતાજનક છે. અહીં રાજ્યના ત્રણ જિલ્લામાં 24 કલાકમાં 100થી વધુ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે, રાજ્યના ત્રણ જિલ્લામાં અમદાવાદ, સુરત અને વડોદરમાં 100થી વધુ કોરોના કેસ નોંધાયા છે. વડોદરામાં ગત 24 કલાકમાં કોરોનાથી 7 દર્દીઓના મોત થયા છે. નવાપુરા વિસ્તારના 38 વર્ષના યુવાન સહિત 7 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં 4 દર્દીઓ સરકારી હોસ્પિટલ અને 3 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે.