લોકડાઉનમાં ટીવીનો આ અભિનેતા હાથમાં ગ્લવ્ઝ અને માસ્ક પહેરીને નીકળ્યો ખરીદી કરવા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Mar 2020 04:51 PM (IST)
ટીવી એક્ટર શિવિન નારંગ ઈમર્જન્સી શોપિંગ માટે બહાર નીકળ્યો હતો તેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
મુંબઈ: કોરોના વાયરસ સામે લડવા સમગ્ર દેશમાં ત્રણ અઠવાડિયાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ટીવી એક્ટર શિવિન નારંગ ઈમર્જન્સી શોપિંગ માટે બહાર નીકળ્યો હતો તેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. શિવિને સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરીને આ વિશે જાણકારી આપી હતી. તસવીરમાં શિવિન ગાડીમાં બેઠેલો જોઈ શકાય છે. શિવિને ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં લખ્યું હતું કે, મારી ઈમર્જન્સી શોપિંગ, દૂધ, શાક અને દવાઓ. #StayHome #FightCoronavirus #beresponsible #ShivinNarang. જોકે, ઘરની બહાર નીકળતાં પહેલા શિવિની જરૂરી તમામ તકેદારી રાખી હતી. શિવિને માસ્ક પહેર્યું હતું. આ ઉપરાંત હાથમાં ગ્લવ્ઝ પહેર્યા હતા.